અકસ્માત/ પાકિસ્તાનમાં વાહન નહેરમાં પડી જતાં એક જ પરિવારના 11 લોકોનાં મોત

એક જ પરિવારના 11 સભ્યોના મોત થયાં અકસ્માતમાં

World
pakistan પાકિસ્તાનમાં વાહન નહેરમાં પડી જતાં એક જ પરિવારના 11 લોકોનાં મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વાહન નહેરમાં પડી જતાં ત્રણ મહિલાઓ અને સાત બાળકો સહિત એક જ પરિવારના 11 લોકોના મોત થઇ ગયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી હતી અને નહેરમાંથી મૃતદેહોને નીકાળ્યા હતા.બચાવ અધિકારીએ જણાવ્યું હતું કે વાહનની ગતિ ખુબ ઝડપી હતી જેેના લીધે ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો તેથી  આ ઘટના ઘટી હતી.

એઆરવાઇ ન્યુઝના જણાવ્યા અનુસાર શેખૂપુરા જિલ્લામાં શુક્રવારે જયારે વાહન કિલા દિદાર સિંહથી આવી રહ્યો હતો ત્યાર સડક પરથી નહેરમાં પડી ગયો હતો. ડ્રાઇવરની  સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હતી. અધિકારીએ જણાવ્યુ હતું કે સાત બાળકો ત્રણ મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળ પર મોત થયું હતું