Not Set/ મુકેશ અંબાણી એક દિવસમાં આટલા કરોડ રુપિયા કમાયા, ટોપ ટેન અમીરોના લિસ્ટમાં થયા સામેલ

દેશના સૌથી ધનિક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીરોમાં 10માં ક્રમે આવી ગયા છે

Business

દેશના સૌથી ધનિક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીરોમાં 10માં ક્રમે આવી ગયા છે. આરઆઇએલનો શેર શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે વધતા તેમની નેટવર્થમાં 3.03 અબજ ડોલર (અંદાજે 2,19,49,94,11,500 રુપિયા)નો વધારો થયો. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index)ના જણાવ્યા અનુસાર તેઓ 81 અબજ ડૉલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં 10 ક્રમે આવી ગયા છે. ચાલુ વર્ષે તેમની નેટવર્થમાં 4.32 અબજ ડૉલરનો વધારો થયો છે.

શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર બીએસઇ પર 3.60 ટકાના વધારા સાથે 2081.90 પર બંધ થયો છે. આ સાથે જ રિલાયન્સનું માર્કેટ કેપ 1,341,805.09 કરોડ રુપિયા પર પહોંચી ગયું છે. રિલાયન્સનો શેર 16 સપ્ટેમ્બર 2020ના રોજ 2369ના રેકોર્ડ સ્તરે હતી. અંબાણીની નેટવર્થ 90 અબજ ડોલર પર પહોંચી ગઇ હતી. તેઓ દુનિયાના ધનિકોની યાદીમાં ચોથા સ્થાને હતા. પરંતુ ત્યાર બાદ આરઆઇએલના શેરમાં ઘટાડો આવ્યો અને અંબાણી નીચે સરકી ગયા.

આ લિસ્ટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 25માં નબરે છે. તેમની નેટવર્થ 50.1 અબજ ડૉલર છે. આ યાદીમાં એમેઝોનના જેફ બેજોસ 181 અબજ ડૉલરની નેટવર્થ સાથે પહેલા સ્થાને છે. Bloomberg Billionaires Index  અનુસાર દુનિયાની સૌથી વેલ્યુએબલ ઓટો કંપની ટેસ્લા અને સ્પેસએક્સ (SpaceX)ના સીઇઓ એલન મસ્ક (Elon Musk) 170 અબજ ડૉલરની નેટવર્થ સાથે બીજા નંબરે આવી ગયા છે. માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સ (138 અબજ ડૉલર) સાથે ત્રીજા નંબરે છે.