Jamnagar News/ એરફોર્સના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતા લાલપુર તાલુકામાં તાકીદનું ઉતરાણ

જામનગર એરફોર્સ વિભાગ નું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા ગામે સીમ વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Top Stories Gujarat Rajkot Breaking News

Jamnagar News: જામનગર એરફોર્સ વિભાગ નું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા ગામે સીમ વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

આ બનાવની જાણ થવાથી જામનગર એરફોર્સની અન્ય ટીમો દોડતી થઈ હતી, અને ટેક્નિકલ વિભાગ ની ટીમ વગેરે અન્ય હેલિકોપ્ટર તથા વાહનો મારફતે લાલપુરના ગોવાણા ગામે પહોંચી ગયા હતા, અને બનાવના સ્થળે પહોંચી જઈ સૌપ્રથમ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

ત્યારબાદ તાત્કાલિક અસરથી હેલિકોપ્ટરમાં ખામી દૂર કરી હતી, અને સાંજના સમયે હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન લાલપુરના ગોવાણાંના ગ્રામજનો ઉપરોક્ત વિસ્તારમાં એકત્ર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. સમગ્ર મામલામાં એરફોર્સ ની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

-સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: EC અધિકારીઓએ લાતુરમાં નીતિન ગડકરીના હેલિકોપ્ટરની કરી તપાસ

આ પણ વાંચો: બિહારમાં પિડીતોને રાહત સામગ્રી વિતરણ કરી રહેલું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પાણીમાં ખાબક્યું

આ પણ વાંચો: પુણેમાં હેલિકોપ્ટર થયું ક્રેશ, દુર્ઘટનામાં 2 પાયલોટ અને 1 એન્જિનિયર સહિત 3ના મોત