Air India નો મોટો નિર્ણય/ કર્મચારીઓએ 26 જુલાઈ સુધી સરકારી આવાસ કરવા પડશે ખાલી, જાણો શું છે આદેશ

એર ઈન્ડિયાની હાઉસિંગ કોલોનીમાં રહેતા કર્મચારીઓએ તેમના આવાસ છોડવા પડશે. એર ઈન્ડિયાએ એક આદેશમાં કહ્યું છે કે તમામ રહેવાસીઓએ 26 જુલાઈ સુધીમાં તેમના ઘર છોડવા પડશે.

Top Stories Business
સરકારી આવાસ

ટાટા ગ્રૂપની એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓને 26 જુલાઈ સુધીમાં સરકારી આવાસ કોલોની ખાલી કરવા જણાવ્યું છે. આ માહિતી એક સત્તાવાર દસ્તાવેજમાંથી મળી છે. ટાટા ગ્રૂપે ગયા વર્ષે 8 ઑક્ટોબરે એર ઇન્ડિયાની બિડ જીતી લીધી હતી, પરંતુ નિયમ મુજબ, એરલાઇનની બિન-મુખ્ય સંપત્તિ જેવી કે રહેણાંક વસાહતોની માલિકી સરકાર પાસે રહેશે. એરલાઈને 18 મે ના રોજ ઓર્ડર જારી કરીને રહેવાસીઓને એર ઈન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમના નિર્ણયને અનુરૂપ 26 જુલાઈ સુધીમાં આવાસ છોડી દેવા જણાવ્યું હતું. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેને 17 મે ના રોજ AI એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ તરફથી ઓર્ડર ધરાવતો ઈમેલ મળ્યો હતો.

એર ઈન્ડિયાની બે કોલોની છે

આપને જણાવી દઈએ કે એર ઈન્ડિયાની બે મોટી રેસિડેન્શિયલ કોલોની છે, એક દિલ્હીમાં અને બીજી મુંબઈમાં. જણાવી દઈએ કે દેવાથી ઝઝૂમી રહેલી એર ઈન્ડિયાને જૂના માલિકનો સાથ મળ્યો છે. ગયા વર્ષે 2021માં, સરકારે એર ઈન્ડિયા માટે સૌથી વધુ બોલી લગાવનાર ટાટા ગ્રુપને આ કંપનીની કમાન સોંપવાની જાહેરાત કરી હતી. આ માટે ટાટા ગ્રૂપે રૂ. 18,000 કરોડની બોલી લગાવી હતી. રતન ટાટાએ એર ઈન્ડિયાને ફરીથી કબજે કર્યા બાદ ટ્વિટ કરીને જૂની તસવીર શેર કરી છે.

ટાટાએ એર ઈન્ડિયા શરૂ કરી

એર ઈન્ડિયાના સંચાલન માટે ઘણી કંપનીઓએ બોલી લગાવી હતી. આમાં ટાટા ગ્રુપની સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી. ટાટાનું એર ઈન્ડિયા સાથે જૂનું જોડાણ છે. વાસ્તવમાં એર ઈન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપે જ કરી હતી. ટાટા ગ્રુપના જે. આર. ડી. ટાટા  પોતે પાયલોટ હતા. જે.આર.ડી ટાટા ટાટા એરલાઈન્સ દ્વારા શરૂ કરાયેલી એરલાઈનમાં પાયલોટ તરીકે કામ કરતા હતા. તેમના સિવાય બે અન્ય પાયલોટ પણ હતા. જે.આર.ડી ટાટા કલાકો સુધી વિમાન ઉડાવતા હતા. જેના કારણે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને ખરીદવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું હતું, એર ઈન્ડિયાને હસ્તગત કરીને ટાટાના નામમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે.

69 વર્ષ પછી પરત આવશે

ટ્રાન્ઝેક્શન ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ પછીથી જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું કારણ કે પ્રક્રિયાના કામને પૂર્ણ કરવા માટેનો સમય અપેક્ષા કરતાં વધુ હતો. આ ડીલ બાદ એર ઈન્ડિયા લગભગ 69 વર્ષ બાદ ટાટા ગ્રુપમાં પરત ફરશે. ટાટા જૂથે ઑક્ટોબર 1932માં ટાટા એરલાઇન્સ તરીકે એર ઇન્ડિયાની સ્થાપના કરી. સરકારે 1953માં એરલાઇનનું રાષ્ટ્રીયકરણ કર્યું.

આ પણ વાંચો:આ છોકરી રોજ પીવે છે કૂતરાનું યુરીન, કહ્યું- થાય છે ઘણા ફાયદા  

આ પણ વાંચો:કેરળના સીએમ પિનરાઈ વિજયને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો, કહ્યું- લોકોને બીજેપીમાં મોકલવાની સિસ્ટમ છે પાર્ટી પાસે

આ પણ વાંચો:ભારતમાં નવા COVID-19 કેસમાં 17% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 1,675 કેસ

logo mobile