બીજી ટેસ્ટ મેચ/ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સદી ફટકારીને અનેક રેકોર્ડ નામે કર્યા

જો રૂટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની આ 38 મી સદી હતી અને તેણે ભૂતપૂર્વ ખેલાડી એલિસ્ટર કૂકની બરાબરી કરી હતી

Sports
jo root ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સદી ફટકારીને અનેક રેકોર્ડ નામે કર્યા

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે લોર્ડ્સ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ભારત સામે શાનદાર સદી ફટકારી હતી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં જો રૂટે પોતાની 22 મી ટેસ્ટ સદી 200 બોલમાં પૂરી કરી હતી. તે જ સમયે, ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની 10 મી સદી હતી. તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં 22 સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો છે.

જો રૂટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની આ 38 મી સદી હતી અને તેણે ભૂતપૂર્વ ખેલાડી એલિસ્ટર કૂકની બરાબરી કરી હતી, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઈંગ્લેન્ડ માટે કુલ 38 સદી ફટકારી હતી.જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાનું અદભૂત સિદ્વિ પ્રાપ્ત કરી હતી. કેપ્ટન તરીકે એક વર્ષમાં આ તેની પાંચમી ટેસ્ટ સદી હતી અને તેણે ગ્રેહામ ગૂચ, માઈકલ આર્થર્ટન અને એન્ડ્રુ સ્ટ્રોસને પાછળ છોડી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે બીજી ટેસ્ટમાં રૂટે કેપ્ટન ઇનિગ્સ રમીને પોતાની ટીમને સંકટમાંથી ઉગારી લીધી છે, હવે ઇગલ્નેડની ટીમ મંદ ગતિએ પણ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે્.