IND VS WI/ રાહુલને મળી પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા, ઈશાન કિશનને મૂકાયો પડતો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારે અમદાવાદમાં સીરીઝની બીજી વનડે રમાઈ રહી છે. બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

Sports
11 73 રાહુલને મળી પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા, ઈશાન કિશનને મૂકાયો પડતો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારે અમદાવાદમાં સીરીઝની બીજી વનડે રમાઈ રહી છે. બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન કિરન પોલાર્ડ રમી રહ્યો નથી અને નિકોલસ પૂરન કેપ્ટનશીપ કરી રહ્યો છે.

આ પણ વાંચો – 2008 બ્લાસ્ટ કેસ / અમદાવાદ બ્લાસ્ટ કેસમાં દોષિતોની સજા અંગેની સુનાવણી થઈ પૂર્ણ, 11 ફેબ્રુઆરીએ થશે આગળની સુનાવણી

ટીમ ઈન્ડિયામાં વાઇસ કેપ્ટન કેએલ રાહુલની વાપસી થઈ છે, જ્યારે ઈશાન કિશનને પડતો મૂકવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં કેએલ રાહુલ ઉપલબ્ધ નહોતા, તેથી ઈશાન કિશનને ઓપનિંગ કરવાની તક મળી હતી. હવે વાપસીથી સ્પષ્ટ છે કે રાહુલ-રોહિતની જોડી ઓપનિંગની જવાબદારી સંભાળશે. જો કે ઓપનિંગ જોડીમાં રોહિત-પંત મેદનામાં ઉતરી ગયા છે. આપને જણાવી દઇએ કે, વેસ્ટ ઈન્ડિઝનો નિયમિત કેપ્ટન કિરન પોલાર્ડ ઈજાનાં કારણે આ મેચમાં રમી રહ્યો નથી, જેના કારણે નિકોલસ પૂરનને કેપ્ટનશીપ કરવી પડી છે. કિરન પોલાર્ડ પ્રથમ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ કેપ્ટનનું ટીમમાંથી બહાર થવું વેસ્ટ ઈન્ડિઝ માટે મોટો ઝટકો છે.

ભારત પ્લેઈંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રણંદ કૃષ્ણ

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઇલેવન: શાઈ હોપ (વિકેટકીપર), બ્રાન્ડોન કિંગ, ડેરેન બ્રાવો, એસ. બ્રૂક્સ, નિકોલસ પૂરન (કેપ્ટન), જેસન હોલ્ડર, ઓડિયન સ્મિથ, ફેબિયન એલન, અકીલ હોસેન, એ. જોસેફ, કિમર રોચ

આ પણ વાંચો – હિજાબ વિવાદ / પ્રિયંકા ગાંધીએ કહ્યું- ‘બિકીની હોય, ઘુંઘટ હોય કે હિજાબ હોય, મહિલાઓને તેમની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે’

નોંધનીય છે કે અમદાવાદમાં જ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી, જો ટીમ ઈન્ડિયા બીજી વનડેમાં પણ જીત મેળવી શકે છે તો શ્રેણી પર કબ્જો કરી લેશે. શ્રેણીની ત્રીજી વનડે 11 ફેબ્રુઆરીએ રમાશે. તે પછી બંને ટીમોને કોલકાતામાં 3 T-20 મેચોની સીરીઝ રમવાની છે.