Not Set/ હોલિવૂડ સ્ટાર માઇકલ ડગલસના પિતા કિર્ક ડગલસનું 103 વર્ષની વયે નિધન

સ્પાર્ટકસ અને પથ્સ ઓફ ગ્લોરી જેવી ફિલ્મોમાં  એક્ટર અને માઇકલ ડગલસના પિતા કિર્ક ડગલસનું 103 વર્ષની વયે નિધન થયું છે. માઇકલ ડગલસે તેના પિતાના નિધનની પુષ્ટિ કરતા ફેસબુક પર કહ્યું હતું કે, “હું અને મારા ભાઈએ ખૂબ જ દુખ સાથે જણાવી રહ્યા છીએ કે કર્ક ડગલસ આજે 103 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું છે. […]

Entertainment
Untitled 38 હોલિવૂડ સ્ટાર માઇકલ ડગલસના પિતા કિર્ક ડગલસનું 103 વર્ષની વયે નિધન

સ્પાર્ટકસ અને પથ્સ ઓફ ગ્લોરી જેવી ફિલ્મોમાં  એક્ટર અને માઇકલ ડગલસના પિતા કિર્ક ડગલસનું 103 વર્ષની વયે નિધન થયું છે. માઇકલ ડગલસે તેના પિતાના નિધનની પુષ્ટિ કરતા ફેસબુક પર કહ્યું હતું કે, “હું અને મારા ભાઈએ ખૂબ જ દુખ સાથે જણાવી રહ્યા છીએ કે કર્ક ડગલસ આજે 103 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું છે. દુનિયા માટે તેઓ લેજેન્ડ હતા અને રહેશે. ‘

માઇકલે આગળ કહ્યું કે, ‘કર્કનું જીવન સારી રીતે વિત્યું, અને તેમણે ફિલ્મમાં એક વારસો છોડી દીધો જે ભાવિ પેઢીઓ સજાવશે. પ્રખ્યાત પરોપકાર તરીકેનો ઇતિહાસ છે જે લોકોની મદદ કરવા અને પૃથ્વી પર શાંતિ લાવવાનું કામ કરે છે. ‘

માઇકલે આગળ કહ્યું, ‘હું તેમના અંતિમ જન્મદિવસ પર મારા પોતાના શબ્દોમાં કહેવા માંગુ છું જે હંમેશા યોગ્ય રહેશે. પપ્પા- હું તને ખુબ પ્રેમ કરું છું અને તમારો પુત્ર હોવાનો મને ગર્વ છે. ‘

લિજેન્ડ ડગલસ વિશે વાત કરવામાં આવે તો, 1950 અને 1957 ની વચ્ચે ત્રણ વખત એકેડેમી એવોર્ડ માટે નામાંકિત થયા હતા, પરંતુ તે આ એવોર્ડ જીતી શક્યા ન હતા. 1996 માં, તેમને મોશન પિક્ચર સમુદાયમાં ફાળો આપવા બદલ ઓસ્કાર એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.