Not Set/ મહેશ માંજરેકરની દીકરીને લોન્ચ કરશે સલમાન ખાન, જાણો સંપૂર્ણ માહિતી

મુંબઇ, એક્ટર સલમાન ખાને ફિલ્મોમાં ઘણા નવા ચહેરાઓને તક આપી છે અને ઘણા નવા સ્ટાર કિડ્સ પણ લોન્ચ કર્યા છે. એક બાજુ જ્યાં તે મોહનીશ બહલની દીકરી પ્રનુતન બહલને લોન્ચ કરવાના  છે, તો હવે ડાયરેક્ટર અને એક્ટર મહેશ માંજરેકરની દીકરીને પણ બોલિવૂડમાં લોન્ચ કરશે. મહેશ માંજરેકર સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. […]

Uncategorized
hg મહેશ માંજરેકરની દીકરીને લોન્ચ કરશે સલમાન ખાન, જાણો સંપૂર્ણ માહિતી

મુંબઇ,

એક્ટર સલમાન ખાને ફિલ્મોમાં ઘણા નવા ચહેરાઓને તક આપી છે અને ઘણા નવા સ્ટાર કિડ્સ પણ લોન્ચ કર્યા છે. એક બાજુ જ્યાં તે મોહનીશ બહલની દીકરી પ્રનુતન બહલને લોન્ચ કરવાના  છે, તો હવે ડાયરેક્ટર અને એક્ટર મહેશ માંજરેકરની દીકરીને પણ બોલિવૂડમાં લોન્ચ કરશે.

મહેશ માંજરેકર સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જેમાં રેડી, ‘જય હો’, ‘બોડીગાર્ડ’, ‘દબંગ’ અને ‘દબંગ 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સલમાનને થોડો સમય પહેલા મહેશ માંજરેકરના દીકરા સત્યાને લોન્ચ કરવાની જવાબદારી લીધી અને હવે તે તેમની દીકરી અશ્વામીને તક આપવા જઈ રહ્યા છે.

Related image

મહેશ આ વિશે પુષ્ટિ કરી અને કહ્યું, ‘હા સલમાન મારી દીકરીને લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેમાં હજુ થોડો સમય છે. જેમ જ કંઈક સારી ઓફર આવશે, તેમ જ આ કામને પણ અંજામ આપવામાં આવશે. તેમણે સલમાનની પ્રશંસા કરતા આગળ કહ્યું કે સલમાન સંપૂર્ણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી દયાળુ માણસ છે. તે જમીનથી જોડાયેલ માણસ છે અને માનસિક રીતે એક મધ્યમ વર્ગ માણસની જેમ છે. માંજરેકરે આગળ કહ્યું કે સલમાન જાણે છે કે હું તેમના વખાણ કરતો નથી અને કદાચ આ જ કારણ છે જી અમારા સંબંધને ખાસ બનાવે છે.

Image result for salman khan mahesh manjrekar

મહેશ માંજરેકરની એક મરાઠી ફિલ્મ દ્રારા ફરી સલમાન તેમની સાથે આવાના હતા, પરંતુ હાલમાં આ પ્રોજેક્ટને અટકાવ્યો છે. માંજરેકરના મતે, સલમાન તે ફિલ્મમાં લીડ રોલ માટે ગોવિંદાને ઇચ્છતા હતા, પરંતુ રોલ લેવાથી ગોવિંદાના મનમાં હીચકીચાહત હતી, જેના કારણે વાત ન બની. મહેશ માંજરેકર હવે તેમની આગામી રિલીઝ ‘ભાઈ: વ્યકિત કી વલ્લી’ ની રાહ જોઈ રહ્યા છે.