મુંબઇ,
વર્ષ 1998માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ચાઈના ગેટ’માં ઉર્મિલા મતોંડકર પર સુપરહિટ આઇટમ નંબર ‘છમ્મા-છમ્મા’ ફિલ્માવવામાં આવ્યું હતું.. હવે આ સોંગને રિક્રીયેટ કરવામાં આવી રહ્યું છે. આ ગીતને અરશદ વારસીની આવનારી ફિલ્મ ‘ફ્રોડ સઇયાં’ માટે તૈયાર કરવામાં આવશે. આ ગીતમાં ઉર્મિલા મતોંડકરની જગ્યાએ એલી અવરામ જોવા મળશે.

‘ફ્રોડ સઇયાં’ માટે આ ગીત તનિષ્ક ષક બાગચી કંપોઝ કરવાના છે. બીજી તરફ, રોમી, અરુણ અને નેહા કક્કર આ સોંગને ગાવાના છે. રૈપનો તડકા પણ લગાવામાં આવશે. આ ગીતનું કોરિઓગ્રાફી આદિલ શેખ કરવાના છે. સોંગનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે.

એલી અવરામે કહ્યું, “મને આ ગીત ખુબ જ પસંદ છે અને ખાસ કરીને ઉર્મિલા મતોંડકર, જ્યારે મને આ ગીત માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હું સાતમાં આકાશમાં પર હતો. આ એક એપિક નંબર છે અને મને આશા છે કે હું તેને સારી રીતે ન્યાય આપી શકીશ.

