Not Set/ અજય દેવગનની મદદ વગર સિમ્બા બની ના હોત

મુંબઇ, રણવીર સિંહ અને સારા અલી ખાન આજકાલ તેમની આવનારી ફિલ્મ ‘સિમ્બા‘ના પ્રમોશનમાં લાગેલા ચી. આ ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળે છે. અજય અને ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી ખૂબ જ ખાસ મિત્ર છે. રોહિત જ્યારે પણ કંઇક કરે છે, તેની માહિતી સૌથી પહેલા અજયને આપે છે. જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું કે તેઓએ તેમેની ફિલ્મ […]

Uncategorized
ffq અજય દેવગનની મદદ વગર સિમ્બા બની ના હોત

મુંબઇ,

રણવીર સિંહ અને સારા અલી ખાન આજકાલ તેમની આવનારી ફિલ્મ ‘સિમ્બા‘ના પ્રમોશનમાં લાગેલા ચી. આ ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળે છે. અજય અને ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી ખૂબ જ ખાસ મિત્ર છે. રોહિત જ્યારે પણ કંઇક કરે છે, તેની માહિતી સૌથી પહેલા અજયને આપે છે.

1528697871 5015 અજય દેવગનની મદદ વગર સિમ્બા બની ના હોત

જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું કે તેઓએ તેમેની ફિલ્મ ‘સિમ્બા’માં અજયને કેમ લીધો? આ પ્રશ્નના જવાબમાં રોહિતે કહ્યું હતું કે ‘સિમ્બા’નું યુનિવર્સ જ એવું હતું કે તેમની વિના ફિલ્મ પણ બની શકે નહીં, રેફરેન્સ પ્વાઇન્ટ ત્યાંથી જ છે. રોહિતે કહ્યું કે અજયને પૂરેપૂરી જાણકારી છે કે હું કેવી રીતે વિષય પર કામ કરું છું. અજય મારા મોટા ભાઈ છે. ફિલ્મ તો બહુ દૂરની વાત છે.

1545549913 3167 અજય દેવગનની મદદ વગર સિમ્બા બની ના હોત

રોહિત મુખ્યત્વે સૌથી વધુ અજય સાથે તેની કારકિર્દીમાં કામ કર્યું છે. રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ‘સિમ્બા’ રણવીર સંગ્રામ ભાલેરાવ નામના પોલિસ અધિકારની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મ ‘સિમ્બા’માં દર્શકોને અજય દેવગનનો સિંઘમ અવતાર પણ જોવા મળશે. ટ્રેલર માં દર્શકોની સામે અજય દેવગનની એન્ટ્રી દર્શાવવામાં આવી છે. ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.