Not Set/ પંજાબ પોલિસે અક્ષયકુમારને ફટકાર્યુ સમન્સ, 21 નવેમ્બરે થશે પુછપરછ

ફરિદકોટ, પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)એ શિખોના પવિત્ર ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહિબનું કથિત અપમાનના મામલામાં અક્ષયકુમાર, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને ભૂતપૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલને સમન્સ આપ્યા છે. પવિત્ર ગ્રંથને અપવિત્ર કરવાનો પહેલો બનાવ 2015માં બુર્જ જવાહરસિંહ વાલા ગામમાં બન્યો હતો.એ પછી 12 ઓક્ટોબરે ફરીદકોટના બરગાડી ગામમાં 110 પાનાના ગુરુ ગ્રંથ સાબિબને ક્ષતિગ્રસ્ત કરવાનો […]

Uncategorized
o9 પંજાબ પોલિસે અક્ષયકુમારને ફટકાર્યુ સમન્સ, 21 નવેમ્બરે થશે પુછપરછ

ફરિદકોટ,

પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)એ શિખોના પવિત્ર ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહિબનું કથિત અપમાનના મામલામાં અક્ષયકુમાર, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને ભૂતપૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલને સમન્સ આપ્યા છે.

પવિત્ર ગ્રંથને અપવિત્ર કરવાનો પહેલો બનાવ 2015માં બુર્જ જવાહરસિંહ વાલા ગામમાં બન્યો હતો.એ પછી 12 ઓક્ટોબરે ફરીદકોટના બરગાડી ગામમાં 110 પાનાના ગુરુ ગ્રંથ સાબિબને ક્ષતિગ્રસ્ત કરવાનો બનાવ બન્યો હતો.એ પછી પંજાબમાં હિંસા ફેલાઇ હતી.

પંજાબ સરકારના ટ્વીટમાં લખ્યું છે કે પોલીસ ફાયરિંગના બનાવોની તપાસ કરી રહેલ એસઆઈટીએ બરગાડીમાં ધર્મ ગ્રંથના અપમાનના મામલે પૂછપરછ માટે પ્રકાશ, સુખબીર બાદલ અને અક્ષય કુમારને સમન મોકલવામાં આવ્યું છે.16 નવેમ્બરના રોજ બુરગાડીમાં ધર્મના અપમાનના સંબંધમાં પૂછપરછ માટે પુર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને બોલાવ્યા છે તો  સુખબીર સિંહ બાદલને 19 નવેમ્બર અને અક્ષય કુમારને 21 નવેમ્બરે અમૃતસરના સર્કિટ હાઉસમાં હાજર રહેવું પડશે.

અહેવાલ અનુસાર એસઆઈટીના સભ્ય અને અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે અલગ-અલગ સમન આપીને આ તમામને પુછપરછ માટે બોલાવ્યા છે. એસઆઈટી રાજ્યમાં ગુરૂ ગ્રંથ સાહિબને ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ પછી ફરિદકોટ, કોટકપુરા અને બહબલ કલાંમાં ફાયરિંગની ઘટનાઓની તપાસ કરી રહી છે. બહબલ કલાંમાં પોલીસ ફાયરિંગમાં બે લોકો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી અમરિંદર સિંહને જાણવા મળ્યું છે કે આ ઘટનાના છેડા રામ રહિમ સાથે સંકળાયેલા હતા.

શું છે સમગ્ર મામલો?

આ મામલો ગુરુમતી રામ રહિમના ડેરા સચ્ચા સોદા અને શીખોના વચ્ચે અથડામણનો છે. જણાવી દઈએ કે 2015માં ગુરુ ગ્રંથ સાહિબના 110 પાના સાથે છેડછાડનો મામલો સામે આવ્યો હતો. આના પાછળ ડેરા સમર્થકોનો હાથ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. મામલો સામે આવ્યા પછી ડેરા અને શીખ સંગઠનોના લોકો સામે સામે આવી ગયા હતા. પંજાબમાં આ મામલાના કારણે ઘણા દિવસો સુધી અશાંતિ રહી અને હિંસક બનાવો જોવા મળ્યા. મળતી માહિતી મુજબ અક્ષય કુમાર પર આરોપ છે કે તે દરમિયાન તેઓએ બાદલ અમે રામ રહિમના વચ્ચે મુલાકાત કરવી હતી. જોકે અક્ષય કુમાર મુલાકાત કરવવાની વાતથી પહેલા જ ઇનકાર કરી ચુક્યા હતા.