Not Set/ રેસ-3ના સીંગર અમનદીપ પર યુવતીએ લગાવ્યો સનસનાટીભર્યો આક્ષેપ

દિલ્હી પંજાબી સિનેમાના જાણીતા સિંગર અમનદીપ સિંહ પર દિલ્હીની એક છોકરીએ રેપનો આરોપ લગાવ્યો છે.દીપના હુલામણા નામથી જાણીતા અમનદીપે રિલીઝ થયેલ સલમાન ખાનની ફિલ્મ રેસ-3 માટે પણ સોંગ ગાયા છે.  એક અહેવાલ મુજબ યુવતીએ રેપનો આરોપ લગાવ્યા પછી પોલીસે 5 કલાક સુધી અમનદીપની પુછપરછ કરી હતી. દિલ્હીની રહેવાવાળી આ યુવતી 26 વર્ષની છે અને તેણે […]

Uncategorized
mahi jjp રેસ-3ના સીંગર અમનદીપ પર યુવતીએ લગાવ્યો સનસનાટીભર્યો આક્ષેપ

દિલ્હી

પંજાબી સિનેમાના જાણીતા સિંગર અમનદીપ સિંહ પર દિલ્હીની એક છોકરીએ રેપનો આરોપ લગાવ્યો છે.દીપના હુલામણા નામથી જાણીતા અમનદીપે રિલીઝ થયેલ સલમાન ખાનની ફિલ્મ રેસ-3 માટે પણ સોંગ ગાયા છે.

 એક અહેવાલ મુજબ યુવતીએ રેપનો આરોપ લગાવ્યા પછી પોલીસે 5 કલાક સુધી અમનદીપની પુછપરછ કરી હતી. દિલ્હીની રહેવાવાળી આ યુવતી 26 વર્ષની છે અને તેણે અમનદીપ  પર જોબ અને લગ્ન કરવાનું વચન આપ્યું હોવાનો દાવો કર્યો છે.

યુવતીએ  મહરોલી પોલીસ ચોકીમાં નોંધાવેલા કેસ પ્રમાણે તે એક ઇવેન્ટ કંપનીમાં કામ કરે છે અને તેની મુલાકાત અમનદીપ સાથે એક ઇવેન્ટ દરમિયાન થઇ હતી. ત્યારબાદ અમનદીપએ તેને બોલિવૂડમાં કામ આપવાની વાત કરી હતી.

છોકરીના વધુમાં જણાવ્યા મુજબ, અમનદીપે કામના બહાને તેને મળવાનું શરુ કર્યું હતું. 11 માર્ચએ અમનદીપ તેના ઘરે પણ આવ્યો હતો અને તેની પર રેપ કર્યો હતો.યુવતીના કહેવા પ્રમાણે તે પોતાના ઘરમાં હતી અને કોઈની મદદ પણ માંગી નહોતી શકી.આવું કૃત્ય કર્યા પછી અમનદીપે તેને લગ્નનું વચન આપ્યુ હતું અને જણાવ્યું હતું કે લગ્ન વિશે  તેના માતાપિતા સાથે વાત કરશે

યુવતીના કહેવા પ્રમાણે અમનદીપે બળાત્કાર કર્યો હતો ત્યારે તે જાણતી નહોતી કે અમનદીપના  લગ્ન થઇ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમનદીપ સિંહે આ બધા આક્ષેપોને ખોટા છે તેમ જણાવ્યું છે. ગાયકએ કહ્યું છે કે તેણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમના વૈવાહિક દરજ્જાને જાળવી રાખ્યું છે.

અમનદીપે રેસ -3 માટે ગીત ‘હિરીયે’ ગાયું છે.