Not Set/ પુલવામા હુમલાના એક વર્ષ બાદ શહીદોને અમિતાભ બચ્ચને આ રીતે આપી શ્રદ્ધાંજલ‍િ

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને ફરી એકવાર પુલવામા ટેરર ​​એટેકના શહીદોને યાદ કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમના શબ્દો દિલમાં ઉતરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ચાહકના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે આજે આપણે તે લોકોને યાદ કરીએ છીએ જેમણે પોતાનો જીવ આપ્યો જેથી આપણે આપણું જીવન જીવી શકીએ. ચાહકો આ ટ્વીટમાં બચ્ચન પરિવારની તસવીરો શેર કરી […]

Uncategorized
Untitled 151 પુલવામા હુમલાના એક વર્ષ બાદ શહીદોને અમિતાભ બચ્ચને આ રીતે આપી શ્રદ્ધાંજલ‍િ

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને ફરી એકવાર પુલવામા ટેરર ​​એટેકના શહીદોને યાદ કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમના શબ્દો દિલમાં ઉતરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ચાહકના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે આજે આપણે તે લોકોને યાદ કરીએ છીએ જેમણે પોતાનો જીવ આપ્યો જેથી આપણે આપણું જીવન જીવી શકીએ. ચાહકો આ ટ્વીટમાં બચ્ચન પરિવારની તસવીરો શેર કરી છે જ્યારે તે પુલવામાના શહીદના પરિવારજનોને મળવા ગયા હતા.

શું બન્યું હતું પુલવામામાં ગયા વર્ષે..

14 ફેબ્રુઆરી 2019 ના રોજ બપોરે 3.30 વાગ્યે, સીઆરપીએફના જવાનોનો કાફલો જમ્મુ-શ્રીનગર હાઇવે પરથી પુલવામા જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન એક 20 વર્ષિય આત્મઘાતી આતંકવાદી આદિલ અહમદ ડાર 350 કિલો વિસ્ફોટક ભરેલી એક કાર સીઆરપીએફના જવાનોની ટ્રક સાથે  અથડાઇ હતી. એક વિશાળ વિસ્ફોટથી ખીણ ગુન્હી ઉઠી હતી, એ દ્રશ્યો ખુબ ભયંકર હતા.

પુલવામા આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2016 માં જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સૈન્ય શિબિર પર થયેલા હુમલા પછી 2019 માં ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવવાનો આ બીજો મોટો હુમલો હતો. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી

અમિતાભ બચ્ચનની વાત કરીએ તો આ વર્ષે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે બ્રહ્માસ્ત્રમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે આયુષ્માન ખુરાના સાથે ગુલાબો સીતાબો અને ઇમરાન હાશ્મીની સાથે ચેહરેમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.