Not Set/ ચીનમાં રજુ થશે અમિતાભ -રીશિની 102 નોટ આઉટ

મુંબઇ, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રિશિ કપૂરને ચમકાવતી ફિલ્મ 102 નોટ આઉટ આ માસની આખરે ચીનમાં રિલિઝ થશે.  અમદાવાદના સૌમ્ય જોશીના ગુજરાતી નાટક પરથી બનેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધમાકેદાર આવકાર મળ્યો નહોતો.ભારતમાં ઠીક ઠીક કમાણી કરી ચુકેલી આ ફિલ્મ ચીનમાં હિટ જશે તેવી સર્જકોને આશા છે. ફિલ્મ સર્જન પાછળ થયેલા ખર્ચ કરતાં વધુ […]

Uncategorized
hhhq ચીનમાં રજુ થશે અમિતાભ -રીશિની 102 નોટ આઉટ

મુંબઇ,

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રિશિ કપૂરને ચમકાવતી ફિલ્મ 102 નોટ આઉટ આ માસની આખરે ચીનમાં રિલિઝ થશે.  અમદાવાદના સૌમ્ય જોશીના ગુજરાતી નાટક પરથી બનેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધમાકેદાર આવકાર મળ્યો નહોતો.ભારતમાં ઠીક ઠીક કમાણી કરી ચુકેલી આ ફિલ્મ ચીનમાં હિટ જશે તેવી સર્જકોને આશા છે.

ફિલ્મ સર્જન પાછળ થયેલા ખર્ચ કરતાં વધુ અને સારી આવક આ ફિલ્મ રળી હતી.હવે આ ફિલ્મ નવેંબરની 30મીએ એટલે કે આ માસની આખરે ચીનમાં મેન્ડેરીન ભાષાના સબટાઇટલ્સ સાથે રજૂ થવાની છે.

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની થ્રી ઇડિયટ્‌સ, પીકે અને દંગલ ફિલ્મે ચીનમાં ધૂમ બિઝનેસ કર્યા પછી ભારતીય ફિલ્મો માટે ચીનમાં એક નવું માર્કેટ સ્થપાઇ ગયું હતું. તાજેતરમાં સલમાન ખાનની પણ બે એક ફિલ્મો ત્યાં રજૂ થઇ હતી.

હવે 102 નોટ આઉટ ચીનમાં રજૂ થવાની છે. જોઇએ, આમિર ખાન અને સલમાન ખાનની તુલનાએ ઉમેશ શુક્લ નિર્દેશિત આ ફિલ્મ તેમજ  અમિતાભ બચ્ચન અને રિશી કપૂરને કેવોક આવકાર સાંપડે છે.