Not Set/ ગલી બોયના આ કલાકારના કામથી ખુશ થઈને ફરહાને આપ્યો તેને લીડ રોલ

મુંબઇ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેઓ પોતાના નાના રોલને કારણે જ છવાઈ ગયા હોય અને પછી પોતાની  એક્ટિંગ સ્કીલથી ફિલ્મ સફળ બનાવી હોય. આવા કલાકારોની યાદીમાં આયુષ્યમાન ખુરાના, વિકી કૌશલ, રાજકુમાર રાવ,કાર્તિક આર્યન જેવા કલાકારોના નામ બોલે છે હવે આ યાદીમાં નામ ઉમેરાયું છે ગલી બોય ફેમ સિદ્ધાર્થ ચતુર્વેદીનું ગલી બોય ફિલ્મ હિટ […]

Uncategorized
ik 5 ગલી બોયના આ કલાકારના કામથી ખુશ થઈને ફરહાને આપ્યો તેને લીડ રોલ

મુંબઇ,

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેઓ પોતાના નાના રોલને કારણે જ છવાઈ ગયા હોય અને પછી પોતાની  એક્ટિંગ સ્કીલથી ફિલ્મ સફળ બનાવી હોય. આવા કલાકારોની યાદીમાં આયુષ્યમાન ખુરાના, વિકી કૌશલ, રાજકુમાર રાવ,કાર્તિક આર્યન જેવા કલાકારોના નામ બોલે છે હવે આ યાદીમાં નામ ઉમેરાયું છે

ગલી બોય ફેમ સિદ્ધાર્થ ચતુર્વેદીનું ગલી બોય ફિલ્મ હિટ રહી છે અને ફિલ્મના લીડ સ્ટાર રણવીર અને આલિયા ઉપરાંત પણ સિદ્ધાર્થ ચતુર્વેદી તેમજ સાર્થક લાલનું કામ પણ ફિલ્મ રસિયાઓને ખૂબ પસંદ આવ્યું છે. મેક શેર ઉર્ફે સિદ્ધાર્થ ચર્તુવેદી પણ હાલમાં આ સફળતાનો સ્વાદ ચાખી રહ્યો છે. તેનો હેન્ડસમ દેખાવ અને અભિનય શૈલીના પ્રતાપે  ફરહાન અખ્તરે તેને આગામી ફિલ્મ માટે લીડ હિરો તરીકે પસંદ કર્યો છે.

Instagram will load in the frontend.

ફરહાન અખ્તર રિતેશ સિધવાની સાથે એક  ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. જોકે સિદ્ધાર્થના નામની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે સિદ્ધાર્થને  તેના કાબિલેદાદની કામની પ્રશંસારૂપે અમિતાભ બચ્ચને સ્વહસ્તે લખેલો પત્ર મળી ચૂક્યો છે. આ પત્ર સિદ્ધાર્થે તેના સોશ્યિલ મીડિયા પર શેર કર્યો હતો. ગલી બોયમાં સિદ્ધાર્થના પાત્રને દર્શકો તેમજ વિવેચકોએ ઘણું વખાણ્યું છે.