મુંબઇ,
બોલિવૂડના અભિનેતા અનિલ કપૂર ટૂંક સમયમાં ફિલ્મ “એક લડકી કો દેખા તો ઐસા લગા”માં જોવા મળશે. 62 વર્ષની ઉંમરે જુવાન દેખાતા અનિક કપૂર એક પીડાદાયક બીમારીથી ઝૂઝી રહ્યા છે. જેને ખુલાસો તેમને પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો છે.
અનિલ કપૂરે કહ્યું કે તેમના શોલ્ડરમાં આવી બીમારી થઇ ગઈ છે કે જેના કારણે તેનો શોલ્ડર પથ્થરની જેમ થઇ રહ્યો છે અને તેની સારવાર માટે તેઓ એપ્રિલમાં જર્મની જશે. આ રોગને ‘કેલ્સિફીકેશન ઓફ શોલ્ડર’કહેવાય છે.

અનિલ કપૂરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી તેના જમણા શોલ્ડરમાં કેલ્શિયમ જમા થઇ રહ્યું છે. જેના કારણે તેમનું શોલ્ડરને પથ્થર જેવા બનવાની સંભાવના વધી ગઈ છે. પરંતુ અનિલ આ રોગની સારવાર માટે એપ્રિલ 2019 માં જર્મનીની જવાના છે.

અનિલે કહ્યું કે ફિલ્મોમાં તેમના સ્ટંટના સીન જાતે કરવાના લીધે તેમનું શોલ્ડર ખરાબ થઇ ગયું છે. આ સ્ટંટ મને પ્રભાવિત કરે છે, પરંતુ આગળ વધવા માટે આ જરૂરી છે.
