મુંબઇ,
અનુષ્કા શર્મા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ઝીરો’ તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કેટરીના કૈફ અનુષ્કા સાથે જોવા મળશે. તાજેતરમાં, અનુષ્કા શર્માએ ફિલ્મના પ્રમોશનને લઈને તેમની ટીમ સાથે ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તેમાંથી એક ઇવેન્ટ દરમિયાન અનુષ્કાએ ખુલાસો કર્યો હતો કે તે પ્રેગ્નેટ છે કે નથી. જણાવીએ કે થોડા દિવસ પહેલા ચર્ચા કરવામાં આવી હતી કે વિરાટ કોહલી અને અનુષ્કા ટૂંક સમયમાં તેઓ ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છે.

પ્રેગ્નેંશી પર અનુષ્કાએ કહ્યું કે ‘મને ખબર નથી કે આવા ન્યુઝ ક્યાંથી આવે છે. આ સાવ બેકાર વાત છે. સૌથી મોટું ફેક્ટ એ છે કે તેમે લગ્નને છુપાવી શકો છો પરંતુ પ્રેગ્નેંશીને નહીં. જયારે આ અહેવાલો આવે છે તેના 4 મહિના પછી આ અહેવાલોનું સત્ય સામે આવી જાય છે કેમકે પ્રેગ્નેશી છુપાવી શકાતી નથી.

અનુષ્કાએ કહ્યું, “ઘણી વખત અભિનેત્રીને આવા અહેવાલોનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ આ અફવા મારા માટે કોઈ મહત્વ રાખતી નથી. હાલ હું સતત કામ કરી રહી છું, તેથી હું અન્ય કોઈ યોજના વિશે વિચારી રહી નથી.”
