Not Set/ ભંસાલીની ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે અનુષ્કા શર્મા!

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ તેની આવનારી ફિલ્મ ‘ઝીરો‘ને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. આનંદ એલ રોયના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા એક દિવ્યાંગની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ સ્ટાર ઉપરાંત ફિલ્મમાં કેટરીના કૈફ અને શાહરૂખ ખાન પણ જોવા મળશે. હાલ તો અનુષ્કાએ ‘ઝીરો’ પછી તેને અન્ય કોઈ પ્રોજેક્ટ સાઈન […]

Uncategorized
ea ભંસાલીની ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે અનુષ્કા શર્મા!

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ તેની આવનારી ફિલ્મ ‘ઝીરો‘ને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. આનંદ એલ રોયના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા એક દિવ્યાંગની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ સ્ટાર ઉપરાંત ફિલ્મમાં કેટરીના કૈફ અને શાહરૂખ ખાન પણ જોવા મળશે. હાલ તો અનુષ્કાએ ‘ઝીરો’ પછી તેને અન્ય કોઈ પ્રોજેક્ટ સાઈન કર્યા નથી. અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે જાણીતા ફિલ્મ નિર્દેશન સંજય લીલા ભંસાલીની ફિલ્મમાં જોવા મળી શકે છે.

Image result for zero anushka sharma

અનુષ્કા માટે આ વર્ષ સારું સાબિત થયું છે. પહેલા તો તેના જ બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘પરી’ની સફળતા મેળવી. આ પછી રોમેન્ટિક ડ્રામામાં વરુણ ધવન સાથે જોવા મળી અને હવે શાહરૂખ સાથે ‘ઝીરો’માં જોવા મળશે. હવે આ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સંજય લીલા ભંસાલીની આગામી ફિલ્મમાં હિરોઈન અનુષ્કા શર્મા હોય શકે છે. મીડિયા રીપોર્ટ મુજબ સ્ક્રિપ્ટ તૈયાર થઇ ચુકી છે અને ભંસાલી આ ફિલ્મમાં અનુષ્કા શર્માને લેવા માંગે છે.

Related image

આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાનના નિર્દેશન સંજય લીલા ભંસાલીના સાથે કામ કરવાની જાણકારી આપી હતી. આવામાં અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તેઓએ જ અનુષ્કાનું નામ આપ્યું છે. આ પહેલા બંને ફિલ્મ ‘સુલ્લ્તાન’માં સાથે કામ કરી ચુક્યા છે અને ફિલ્મમાં આ જોડીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

Related image

જણાવીએ કે સલમાન ખાન 1999 માં રિલીઝ થયેલ ‘હમ દિલ દે ચુકે સનમ’ પછી ભંસાલીની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. અ ફિલ્મને 2020માં ઇદ પર રિલીઝ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શુટિંગ 2019ના મધ્ય સુધી શરુ કરવામાં આવશે. હાલ તો એ નક્કી નથી કે આ ફિલ્મને ભંસાલી પ્રોડ્યુસ કરશે કે નિર્દેશિત કરશે. પરંતુ આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા હશે.
Image result for hum dil de chuke sanam