Not Set/ ડિજીટલ સ્ટ્રાઇક – 2.0ની 47 એપમાં આ 15 એપ પણ છે સામેલ, જાણીલો નામ…

ભારત સરકાર દ્વારા ચાઇના પર ડિજીટલ સ્ટાઇક કરી પહેલા 59 ચાઇનીઝ એપ પ્રતિબંધીત કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા ડિજીટલ સ્ટાઇક – 2.0 કરવામાં આવી જેમાં  47 ચાઈનીઝ એપ  પ્રતિબંધીત કરાયેલી. આ 47 પ્રતિબંધીત એપમાં બાયર-ડાન્સની માલિકીની વિડીયો ઓડીટીંગ એપ કેપકટ અને શાઓમીની બ્રાઝીર એપ જેવી લગભગ 15 નવી મોબાઈલ એપ્લીકેશન પણ પ્રતિબંધમાં સામેલ છે. સરકારે […]

Uncategorized
239829a32c501e1c7bbe14afdf99b24c 1 ડિજીટલ સ્ટ્રાઇક - 2.0ની 47 એપમાં આ 15 એપ પણ છે સામેલ, જાણીલો નામ...

ભારત સરકાર દ્વારા ચાઇના પર ડિજીટલ સ્ટાઇક કરી પહેલા 59 ચાઇનીઝ એપ પ્રતિબંધીત કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા ડિજીટલ સ્ટાઇક – 2.0 કરવામાં આવી જેમાં  47 ચાઈનીઝ એપ  પ્રતિબંધીત કરાયેલી. આ 47 પ્રતિબંધીત એપમાં બાયર-ડાન્સની માલિકીની વિડીયો ઓડીટીંગ એપ કેપકટ અને શાઓમીની બ્રાઝીર એપ જેવી લગભગ 15 નવી મોબાઈલ એપ્લીકેશન પણ પ્રતિબંધમાં સામેલ છે. સરકારે જૂનમાં પ્રતિબંધ મુકયો હતો એથી એપના લાઈટ તથા પ્રોવર્ઝનનો બાકીની એપમાં સમાવેશ થાય છે.

યાદીમાં સમાવિષ્ટ નવી એપમાં ફોટો ઓડીટર એરબ્રેશ, શોર્ટ વિડીયો અને પ્રોડીકશન ટુલ અને કેમેરા એપ બોકસકેમનો સમાવેશ થાય છે. આ એપ સ્માર્ટફોન તેમજ ઘણી લોકપ્રિય સેલ્ફી એપ બનાવતી ચીનની મેઈતુની માલિકીની છે. કંપનીની ફલેગશીપ-મુખ્ય એપ પર પ્રથમ રાઉન્ડમાં જ પ્રતિબંધ મુકાયો હતો.

10 દિવસ પહેલાં જારી છેલ્લી યાદીમાં નવી પ્રતિબંધીત એપમાં ઈમેલ સર્વિસ નેટઈઝ, ગેમીંગ એપ હીરોસ વેર અને કયુવિડીયો ઈનકોર્પોરેશનની વોર એન્ડ ફલાઈડપ્લસનો સમાવેશ થાય છે. અગાઉ પ્રતિબંધ કરાયેલી મી કોમ્યુનીટી એપ પછી શાઓમીની બ્રાઉઝર પણ બ્લોક કરાઈ છે.

સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આવી એપમાંથી કોઈપણ નવા નામની યાદી આવશે તો તરત નિર્ણય કરાશે. સિંગલ એન્ડ્રોઈડ ડિવાઈસમાં બે અકાઉન્ટમાં યુઝરને લોગ ઈન કરવાની સુવિધા આપતી એપ પેરલબ સ્પેસના સાત વર્ઝન પણ બ્લોક કરવામાં આવ્યા છે. બન્ને યાદીમાં પોપ્યુલર મીડીયા પ્લેટફોર્મ વેઈઓ પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews