Not Set/ આમીર ખાનની ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ને પાછળ છોડ 200 કરોડ ક્લબમાં સમાવેશ થઇ ‘બધાઈ હો’

મુંબઇ, આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા અને નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ ‘બધાઈ હો’એ વિશ્વભરમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી છે. ફિલ્મ ‘બધાઈ હો’એ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં કમાણીના રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ માત્ર એટલું નહીં, આ ફિલ્મે કમાણીના મામલે આમીર ખાનની મેગા બજેટ […]

Uncategorized
llk આમીર ખાનની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને પાછળ છોડ 200 કરોડ ક્લબમાં સમાવેશ થઇ 'બધાઈ હો'

મુંબઇ,

આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા અને નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ ‘બધાઈ હો’એ વિશ્વભરમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી છે. ફિલ્મ ‘બધાઈ હો’એ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં કમાણીના રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ માત્ર એટલું નહીં, આ ફિલ્મે કમાણીના મામલે આમીર ખાનની મેગા બજેટ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ને પણ કમાણીના મામલે પાછળ છોડી દીધી છે. ભારતમાં ફિલ્મ અત્યાર સુધીમાં 158 કરોડ એકત્રિત કરી ચુકી છે.

25 કરોડમાં બનેલ ફિલ્મે કરી બમ્પર કમાણી…

ફિલ્મનું બજેટ રૂ. 25 કરોડ હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં આ ફિલ્મને ઘરેલું બોક્સ ઓફિસ પર રૂ. 126 કરોડ 60 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું છે. ભારતમાં આ ફિલ્મનો ગ્રોસ કલેક્શન રૂ. 158 કરોડ 25 લાખ છે અને વિદેશી કમાણીમાં 19 નવેમ્બર સુધી 43 કરોડ 72 લાખની કમાણી થઇ છે. આ રીતે આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 201 કરોડ 97 લાખનું કુલ સંગ્રહ એકત્રિત કર્યું છે.

અલગ સ્ટોરીના કારણે મળ્યો દર્શકોનો આટલો પ્યાર…

ડાયરેક્ટર અમિત રવીન્દ્રનાથ શર્માની ‘બધાઈ હો’ તેની યુનિક સ્ટોરીના કારણે પસંદ કરવામાં આવી રહી છે અને સાથે સાથે ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને તેમની માતા બનેલ નીના ગુપ્તાનું કામ પણ જબરદસ્ત છે. જણાવીએ કે ‘બધાઈ હો’ એક ફેમિલી કોમેડી ડ્રામા છે અને સ્ટોરી એકદમ અલગ, જેમાં પોતાના લગ્નની રાહ જોઈ રહેલ એક છોકરાને એ જાણવા મળે છે કે તેના માતા-પિતા ફરીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.એટલે કે તેની મમ્મી પ્રેગ્નેટ છે. આ પછી દિકરો માતા-પિતાને એ વાત માટે ગુનેગાર માનવા લાગે છે કે સમાજમાં આ ઉમરના બાળકને જન્મ આપવાથી તેમની ઈજ્જત ઓછી થઇ ગઈ છે. ફિલ્મમાં દંગલ ફિલ્મની એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા આયુષ્માન ખુરાનાની અપોજિટ છે અને ગજરાજે આયુષ્માનના પિતાની ભૂમિકા નિભાવી છે.