Not Set/ મેડમ તુસાદમાં શ્રીદેવી વેક્સ સ્ટેચ્યુથી હટાવ્યો પડદો, ‘હવા હવાઈ’ લુકમાં જોવા મળી શ્રીદેવી

સિંગાપોરના મેડમ તુસાદમાં આઇકોનિક શ્રીદેવીના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યુ તેમના એવરગ્રીન ડાન્સ નંબર ‘હવા હવાઈ’ ના લુક પર બનાવવામાં આવ્યું છે. શ્રીદેવીના વેક્સ સ્ટેચ્યુ લોંચ થયાના એક દિવસ પહેલા, બોની કપૂરે આ ઇવેન્ટ વિશે એક વીડિયો શેર કર્યો હતો. સ્ટેચ્યુના લોન્ચ સમયે બોની કપૂર, જહાનવી કપૂર, ખુશી કપૂર અને સંજય […]

Uncategorized
aaaaamahiaaaa 4 મેડમ તુસાદમાં શ્રીદેવી વેક્સ સ્ટેચ્યુથી હટાવ્યો પડદો, 'હવા હવાઈ' લુકમાં જોવા મળી શ્રીદેવી

સિંગાપોરના મેડમ તુસાદમાં આઇકોનિક શ્રીદેવીના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યુ તેમના એવરગ્રીન ડાન્સ નંબર ‘હવા હવાઈ’ ના લુક પર બનાવવામાં આવ્યું છે. શ્રીદેવીના વેક્સ સ્ટેચ્યુ લોંચ થયાના એક દિવસ પહેલા, બોની કપૂરે આ ઇવેન્ટ વિશે એક વીડિયો શેર કર્યો હતો.

સ્ટેચ્યુના લોન્ચ સમયે બોની કપૂર, જહાનવી કપૂર, ખુશી કપૂર અને સંજય કપૂર ઉપસ્થિત રહ્યા હતા.

બોની કપૂરે કાલે ટ્વિટ કર્યું હતું કે શ્રીદેવી આજે પણ તેમના ચાહકોના દિલમાં જીવંત છે. હું મેડમ તુસાદમાં તેમના સ્ટેચ્યુના લોન્ચની આતુરતાથી રાહ જોઇ રહ્યો છું.

Instagram will load in the frontend.

બોલીવુડની ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018 ના રોજ અચાનક હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તે લગ્નમાં ભાગ લેવા પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી સાથે દુબઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.