Not Set/ દીપિકા પાદુકોણ તેના બે અલગ અલગ રોલ માટે આ રીતે કરી રહી છે તૈયારી 

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ લગ્ન પછી પહેલીવાર સોનેરી પડદે દેખાવવા માટે તૈયાર છે. દીપિકા પાદૂકોણની 2 ફિલ્મો રીલિઝ થવાની તૈયારીઓમાં છે. દીપિકા બન્ને ફિલ્મોમાં અલગ અવતારમાં જ જોવા મળશે. દીપિકા પાદૂકોણ તેની આગામી ફિલ્મો ‘છપાક’ અને ’83’ માટે તૈયાર છે. છપાકમાં દીપિકા એસિડ અટેક પીડિતાની ભૂમિકા નિભાવતી નજરમાં આવશે જ્યારે ’83માં ભારતીય ક્રિકેટ ટીમના […]

Uncategorized

મુંબઈ,

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ લગ્ન પછી પહેલીવાર સોનેરી પડદે દેખાવવા માટે તૈયાર છે. દીપિકા પાદૂકોણની 2 ફિલ્મો રીલિઝ થવાની તૈયારીઓમાં છે. દીપિકા બન્ને ફિલ્મોમાં અલગ અવતારમાં જ જોવા મળશે. દીપિકા પાદૂકોણ તેની આગામી ફિલ્મો ‘છપાક’ અને ’83’ માટે તૈયાર છે. છપાકમાં દીપિકા એસિડ અટેક પીડિતાની ભૂમિકા નિભાવતી નજરમાં આવશે જ્યારે ’83માં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની પત્નીનો રોલ નિભાવશે.

હાલ દીપિકા બન્ને ફિલ્મોના શૂટિંગને લઈને વ્યસ્ત છે અને અલગ-અલગ રોલના શૂટ દરિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દીપિકા બન્ને ફિલ્મોમાં એકદમ ઓપોઝીટ રોલ કરી રહી છે. આ વિશે વાત કરતા દીપિકાએ કહ્યું હતું કે, ‘એક ભૂમિકામાંથી બીજી ભૂમિકા માટે તૈયાર થવુ અઘરુ છે. તેમનું માનવું છે કે સિલ્વર સ્ક્રિન પર ભૂમિકાને ન્યાય આપવા માટે એક અદાકાર તરીકે તે ભૂમિકા સાથે લાંબા સમય સુધી જોડાઈ રહેવું જરૂરૂ બની જાય છે.’

દીપિકા એક રોલમાંથી બીજા રોલમાં પોતાની જાતને બદલાવા માટે ઘરની સફાઈ કરે છે. આ વિશે વાત કરતા દીપિકાએ કહ્યું હતું કે, કપિલ દેવની પત્ની તરીકે મારે ઘરનું સામાન્ય કામ કરવાનું હોય છે તેથી આ રોલમાં મારી જાતને લાવવા માટે ઘરની સફાઈ કરૂ છું. જ્યા સુધી મારી ભૂમિકા પૂરી ન થાય ત્યાં સુધી તે કેરેક્ટર મારી અંદરથી નીકળવું જોઈએ નહી તેવું મારૂ માનવું છે. હું ઘરની સફાઈ અને ઘરની વસ્તુઓને સરખી કરીને મારી ભૂમિકાને અપનાવું છું.

ઉલ્લેખનીય છે કે, દીપિકાની ફિલ્મ છપાક એસિડ પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્રાંત મૈસી લક્ષ્મીના પતિનો રોલ નિભાવી રહ્યાં છે. દીપિકાની છપાક 10 જાન્યુઆરી 2020માં રિલીઝ થશે જ્યારે વર્લ્ડ કપ 1983 આધારિત ફિલ્મ ’83 10 એપ્રિલ 2020માં રિલીઝ થશે. ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા રણબીર સિંહ નિભાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.