Not Set/ દીપિકા થઈ પતિ પર ફીદા કહ્યું, રણવીર છે પતિ નંબર 1 અને હોટ્ટી નંબર 1

મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન બાદ પણ  તેમના ચાહકોમાં એટલા જ લોકપ્રિય છે અને લગ્ન પહેલા પોતાના સંબંધો અંગે મૌન સેવનાર આ કપલ લગ્ન બાદ એકબીજાના વખાણ કરતાં થાકતું નથી. જોકે રણવીર તો પોતાની લાગણી હંમેશાં વ્યક્ત કરતો હતો પરંતુ દીપિકા ચૂપ જ રહેતી હતી. પરંતુ લગ્ન બાદ હવે દીપિકાને રણવીર અંગે કહેતા […]

Uncategorized
ree 8 દીપિકા થઈ પતિ પર ફીદા કહ્યું, રણવીર છે પતિ નંબર 1 અને હોટ્ટી નંબર 1

મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન બાદ પણ  તેમના ચાહકોમાં એટલા જ લોકપ્રિય છે અને લગ્ન પહેલા પોતાના સંબંધો અંગે મૌન સેવનાર આ કપલ લગ્ન બાદ એકબીજાના વખાણ કરતાં થાકતું નથી.

જોકે રણવીર તો પોતાની લાગણી હંમેશાં વ્યક્ત કરતો હતો પરંતુ દીપિકા ચૂપ જ રહેતી હતી. પરંતુ લગ્ન બાદ હવે દીપિકાને રણવીર અંગે કહેતા કોઈ રોકી શકતું નથી. તે મન મૂકીને પતિના વખાણ કરતી હોય છે.

Instagram will load in the frontend.

 

15517798215c7e47ed2043a દીપિકા થઈ પતિ પર ફીદા કહ્યું, રણવીર છે પતિ નંબર 1 અને હોટ્ટી નંબર 1

15517801595c7e493f34072 દીપિકા થઈ પતિ પર ફીદા કહ્યું, રણવીર છે પતિ નંબર 1 અને હોટ્ટી નંબર 1

તાજેતરમાં રણવીરે  ગ્રેઝિયાનું કવરપેજ શેર કર્યું હતું. જેના કવરપેજ પર રણવીરનો પિક છે અને હીરો નંબર 1 લખેલું છે. આ કવર જોઈને ઉત્સાહી થઈ ગયેલી દીપિકાએ કમેન્ટ કરતા લખ્યું હતું કે , “Cutie No 1, Hottie No 1 and Husband No 1”.

આ કવરપેજમાં રણવીર ડલ ગ્રે સેમી ફોર્મલ સૂટ અને પ્રિન્ટેડ શર્ટના ડ્રેસિંગમાં જોવા મળ્યો છે સોફા પર બેઠેલો રણવીર એકદમ શાંત નજરે ચઢે છે. આ ફોટો જોઇને સિમ્બાની રણવીરની કોસ્ટાર સારા અલી ખાને પણ ફાયર સાથેનું ઇમોજી મૂક્યું હતું. રણવીરની ફિલ્મ ગલી બોય અને સિમ્બા હિટ રહી છે તે  હવે 83ના શૂટિંગમાં  વ્યસ્ત છે જ્યારે દીપિકા છપાક નામની ફિલ્મ કરી રહી છે.

Instagram will load in the frontend.