Not Set/ તાપસી પન્નુએ છોડી દીધી અનુરાગ બાસુની આગામી ફિલ્મ?

મુંબઇ, થોડા દિવસ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે સુપરહિટ ફિલ્મ ‘બર્ફી’ ના દિગ્દર્શક અનુરાગ બાસુ તેમની 2007 ની ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે અને તેમાં રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, આદિત્ય રોય કપૂર અને અભિષેક બચ્ચનને કાસ્ટ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે અનુરાગ  આ ફિલ્મમાં […]

Uncategorized
kaka તાપસી પન્નુએ છોડી દીધી અનુરાગ બાસુની આગામી ફિલ્મ?

મુંબઇ,

થોડા દિવસ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે સુપરહિટ ફિલ્મ ‘બર્ફી’ ના દિગ્દર્શક અનુરાગ બાસુ તેમની 2007 ની ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે અને તેમાં રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, આદિત્ય રોય કપૂર અને અભિષેક બચ્ચનને કાસ્ટ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે અનુરાગ  આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂરના અપોજિટ તાપસી પન્નુને કાસ્ટ કરવા જઈ રહ્યા છે.

Image result for taapsee pannu anurag basu

જોકે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તાપસી હવે આ ફિલ્મનો ભાગ હશે નહીં. કેટલાક તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર તાપસીએ આ ફિલ્મના શૂટિંગ માટે અનુરાગથી ડેટ્સની ડીટેલ માંગી હતી, પરંતુ અનુરાગ તેના વિશે કંઇંક કન્ફર્મ જણાવી શક્યા નહીં. ત્યારબાદ તાપસીએ પોતાને આ ફિલ્મથી અલગ કરી દીધી.

Image result for taapsee pannu anurag basu

આપને જણાવી દઈએ કે તાપસી પહેલાથી જ તેની આગામી ફિલ્મ ‘વુમનિયા’ નું શૂટિંગ શરૂ કરી ચુકી છે. કેમ કે તાપસીને ડેટ્સ વિશે જાણકારી મળી નહીં તો એટલા માટે તેને અનુરાગના પ્રોજેક્ટથી પોતાને અલગ કરી દીધી. આ પહેલા તાપસી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્જિયા’ માં જોવા મળી હતી જેમાં તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં અવાયું હતું. હવે તે એક વાર ફરીથી તેમની સાથે ‘વુમનિયા’ માં કામ કરે છે.

Image result for taapsee pannu anurag basu