Not Set/ ફિલ્મ ‘ભારત’ બાદ હવે આ ફિલ્મમાં જોવા મળશે સલમાન ખાન અને દિશા પાટની

આ વર્ષે ફિલ્મ ‘ભારત’થી ચાહકોને ઈદની ગિફ્ટ આપ્યા બાદ સલમાન ખાને આગામી ઇદની ગિફ્ટની તૈયારી શરૂ કરી દીધી છે. દબંગ 3 પછી સલમાનની આગામી ફિલ્મ રાધે : ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપની હિરોઇનનું નામ બહાર આવ્યું છે. ફિલ્મમાં સલમાનની આપોજિટ અનુષ્કા શર્મા હશે તેવું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ હવે અહેવાલ છે કે દિશા પાટની માં ફિલ્મમાં […]

Uncategorized Entertainment
aaaaaaaaaaaaaaaaaa 13 ફિલ્મ 'ભારત' બાદ હવે આ ફિલ્મમાં જોવા મળશે સલમાન ખાન અને દિશા પાટની

આ વર્ષે ફિલ્મ ‘ભારત’થી ચાહકોને ઈદની ગિફ્ટ આપ્યા બાદ સલમાન ખાને આગામી ઇદની ગિફ્ટની તૈયારી શરૂ કરી દીધી છે. દબંગ 3 પછી સલમાનની આગામી ફિલ્મ રાધે : ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપની હિરોઇનનું નામ બહાર આવ્યું છે. ફિલ્મમાં સલમાનની આપોજિટ અનુષ્કા શર્મા હશે તેવું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ હવે અહેવાલ છે કે દિશા પાટની માં ફિલ્મમાં સલમાન સાથે જોડી બનાવવામાં આવશે.

Image result for salman khan disha patani

અહેવાલો અનુસાર ફિલ્મ ‘ભારત’માં દિશાનું કામ જોયા પછી હવે સલમાનની આપોજિટ દિશા પાટનીનું નામ રાધે : ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ ફિલ્મમાં કન્સાઇડેડ તરીકે નામ આપવામાં આવ્યું છે. જો સૂત્રોની વાત માનીએ તો, ફિલ્મમાં હિરોઇન તરીકે દિશાના નામની ફોર્મલ ઘોષણા બાકી છે. આ પહેલા દિશા અને સલમાન ફિલ્મ ભારતમાં સાથે જોવા મળ્યા છે. દિશાએ ફિલ્મમાં એક નાનું પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. સલમાન સાથેનું તેમનું ગીત સ્લો મોશનને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

Image result for salman khan disha patani

 આપને જણાવી દઈએ કે રાધે : ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપનું શૂટિંગ 4 નવેમ્બરથી શરૂ થશે. તેના પહેલા શિડ્યુલનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. રાધે : ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ કોરિયન ફિલ્મ ઇન ધ આઉટલોઝની રિમેક છે. આ અગાઉ સલમાનની ભારત કોરિયન ફિલ્મ એન ઓડ ટૂ માય ફાધરનો રિમેક પણ હટતી. ફિલ્મની વાર્તાએ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. આ ફિલ્મમાં સલમાનના જીવનના વિવિધ તબક્કાઓ હતા.

Image result for salman khan

હાલમાં સલમાન ટીવી રિયાલિટી શો બિગ બોસ 13 ને હોસ્ટ કરી રહ્યા છે. ફિલ્મ્સની વાત કરીએ તો દબંગ 3 20 ડિસેમ્બરે રિલીઝ થશે. આ સિવાય સમાચાર છે કે સલમાન સાજીદ નડિયાદવાલા સાથે કિક 2 પણ કરવા જઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.