મુંબઇ,
પદ્માવત ફિલ્મના કારણે બીજી ફિલ્મોની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘પરી’ અને ‘પરમાણુ‘ બંને ફિલ્મોની સહનિર્માત્રી પ્રેરણા અરોરા છે. ‘પરી’ ફિલ્મમાં મુખ્ય રોલ અનુષ્કા શર્માનો છે. તો ‘પરમાણુ’માં જ્હૉન અબ્રાહમનો મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બંને ફિલ્મો ચાલુ વર્ષના માર્ચની 2જીએ રીલીઝ થવાની છે.
આમ તો અક્ષયકુમારની પેડમેને પણ પદ્માવત સાથે સમજુતી કરીને તેની રીલીઝ પાછી ઠેલી હતી. હવે પરી અને પરમાણુના પ્રોડ્યુસર પણ રીલીઝ પાછી લઇ ગયા છે.
સહનિર્માત્રી પ્રેરણા અરોરાએ કહ્યું કે ‘આમ તો મારી બે ફિલ્મો એક સાથે રજૂ થાય એ મને પણ ના ગમે પરંતુ કરીએ શું ? પદ્માવતને કારણે ફિલ્મની રીલીઝ ડેટ બદલી પડી છે. એટલે હવે બીજો કોઇ વિકલ્પ નથી. ભલે બંને ફિલ્મો સાથે રજૂ થાય. મારી બંને ફિલ્મ કથા અલગ અલગ છે. તેથી મને કોઈ વધો નથી. મારી ‘પરમાણું’ ફિલ્મ દેશનું સુવર્ણ પ્રકરણ છે. આપણે પોખરણમાં કરેલા અણુવિસ્ફોટની સ્ટોરી છે. અને ‘પરી’ એક હોરર ફિલ્મ છે. માટે ‘પરી‘ ફિલ્મને ‘પરમાણુ’ ફિલ્મ પર કોઈ જ અસર નહિ થાય