Not Set/ એન્ટરટેનિંગ છે રાજકુમાર રાવ અને મોની રોયની ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’, જુઓ ટ્રેલર

મુંબઈ, રાજકુમાર રાવ અને મૌની રોય સ્ટારર ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મિખિલ મશલે નિર્દેશિત આ કોમેડી ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મમાં અમાયરા દસ્તુર, પરેશ રાવલ, બોમન ઈરાની, ગજરાજ રાવ અને સુમિત વ્યાસ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેડ ઇન ચાઇનામાં પ્રથમ વખત રાજકુમાર રાવ અને મૌની રોય […]

Entertainment Videos
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 10 એન્ટરટેનિંગ છે રાજકુમાર રાવ અને મોની રોયની ફિલ્મ ‘મેડ ઇન ચાઇના', જુઓ ટ્રેલર

મુંબઈ,

રાજકુમાર રાવ અને મૌની રોય સ્ટારર ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મિખિલ મશલે નિર્દેશિત આ કોમેડી ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મમાં અમાયરા દસ્તુર, પરેશ રાવલ, બોમન ઈરાની, ગજરાજ રાવ અને સુમિત વ્યાસ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેડ ઇન ચાઇનામાં પ્રથમ વખત રાજકુમાર રાવ અને મૌની રોય સાથે જોવા મળે છે.

ફિલ્મના ટ્રેલરને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. જબરદસ્ત કન્ટેન્ટ વાળી આ મૂવી ચોક્કસપણે સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરશે. મેડ ઇન ચાઇના એક સ્ટ્રેગલિંગ ગુજરાતી ઉદ્યોગપતિની સ્ટોરી છે જે એક સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે ચીનનો પ્રવાસ કરે છે. ફિલ્મમાં મૌની રોય અભિનેતા રાજકુમાર રાવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.

ટ્રેલર એકદમ એન્ટરટેનિંગ છે. રાજકુમાર રાવ રઘુની ભૂમિકામાં છે. તેની અને મૌની રોયની વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી છે. રઘુ સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે ચીન જાય છે. જ્યાં તે સેક્સોલોજિસ્ટ બોમન ઈરાનીને મળે છે. રઘુ ગુપ્ત રોગ માટે એક આવી દવા બનાવે છે, જે ખૂબ અસરકારક સાબિત થાય છે. ત્યારે રઘુની પ્રગતિનો માર્ગ ખુલે છે. પરંતુ રાજકુમાર રાવ ગુજરાતી પુરુષની ભૂમિકામાં પ્રભાવશાળી હોવાનું લાગતું નથી. તેઓ ગુજરાતી સ્વર પકડવામાં નિષ્ફળ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.