Not Set/ કંગનાની બહુ ચર્ચિત ફિલ્મ મણિકર્ણિકાનો ફર્સ્ટ લુક લોન્ચ કરાયો,જુઓ

મુંબઇ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિનાં પ્રસંગે તેમના પર બનાવવામાં આવેલ ફિલ્મ ‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી‘નો પ્રથમ લુક સામે આવ્યો છે. બોલીવુડની ફાયરબ્રાન્ડ એક્ટ્રેસ કંગના રનૌત આ ફિલ્મમાં ઝાંસીની રાનીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. આ હિસ્ટોરીકલ ફિલ્મમાં કંગના રનૌતનો પૌરાણિક લુક લોકોને પસંદ પડી રહ્યો છે.મણિકર્ણિકાના ફર્સ્ટ લુકને કંગનાના […]

Entertainment
mahisd કંગનાની બહુ ચર્ચિત ફિલ્મ મણિકર્ણિકાનો ફર્સ્ટ લુક લોન્ચ કરાયો,જુઓ

મુંબઇ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિનાં પ્રસંગે તેમના પર બનાવવામાં આવેલ ફિલ્મ ‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી‘નો પ્રથમ લુક સામે આવ્યો છે. બોલીવુડની ફાયરબ્રાન્ડ એક્ટ્રેસ કંગના રનૌત આ ફિલ્મમાં ઝાંસીની રાનીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. આ હિસ્ટોરીકલ ફિલ્મમાં કંગના રનૌતનો પૌરાણિક લુક લોકોને પસંદ પડી રહ્યો છે.મણિકર્ણિકાના ફર્સ્ટ લુકને કંગનાના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યું છે.

વર્ષ 1858માં ગ્વાલિયર નજીક કોટાના પેલેસ પાસે રાણી લક્ષ્મી બાઇનું લશ્કર બ્રિટીશ લશ્કર સાથે લડયું હતું.આ યુધ્ધમાં રાણી લક્ષ્મીબાઇ વીરગતિ પામ્યા હતા.રાણી લક્ષ્મીબાઇના બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને તેના પરથી બનેલી આ ફિલ્મ ગયા વર્ષે 5 મી મે ના રોજ વારાણસીમાં લોન્ચ કરવામાં આવી હતી. ફિલ્મમાં, કંગનાએ તેના પાત્રને વાસ્તવિક બતાવવા માટે સખત મહેનત કરી છે. આ ફિલ્મમાં મોટાભાગના એક્શન સીન કંગનાએ પોતે જ કરેલા છે. ફિલ્મ આ વર્ષેના અંતમાં રિલીઝ થવાની છે.

શૂટિંગના છેલ્લા દિવસોમાં કંગનાના ઘણા ફોટા પણ સામે આવ્યાં છે. આ તસવીરોમાં કંગના તેના માથા પર પાઘડી અને તેના હાથમાં એક તલવાર જોવા મળે છે.