Not Set/ ફુકરેના આ એક્ટરે રખડતા કુતરાઓ માટે ખરીદ્યા સ્વેટર

મુંબઇ, બોલિવુડ અભિનેતા વરુણ શર્મા અભિનેતા હોવાની સાથે સારા વ્યક્તિ પણ છે. વરુણને કુતરાઓ માટે ખુબ પ્રેમ છે અને તેનું ઉદાહરણ હમણાં જોવા મળ્યું. અભિનેતા વરુણ શર્માએ ચંદીગઢમાં ભટકતા કુતરાઓ માટે સ્વેટર અને મોજા ખરીદ્યા છે. તેઓ આશા રાખે છે કે આ મૂંગા પ્રાણીઓને ઠંડકથી બચાવવામાં મદદ કરશે. ફુકરે ફિલ્મના અભિનેતા વરુણે એક નિવેદનમાં જણાવ્યું […]

Uncategorized
qqo ફુકરેના આ એક્ટરે રખડતા કુતરાઓ માટે ખરીદ્યા સ્વેટર

મુંબઇ,

બોલિવુડ અભિનેતા વરુણ શર્મા અભિનેતા હોવાની સાથે સારા વ્યક્તિ પણ છે. વરુણને કુતરાઓ માટે ખુબ પ્રેમ છે અને તેનું ઉદાહરણ હમણાં જોવા મળ્યું. અભિનેતા વરુણ શર્માએ ચંદીગઢમાં ભટકતા કુતરાઓ માટે સ્વેટર અને મોજા ખરીદ્યા છે. તેઓ આશા રાખે છે કે આ મૂંગા પ્રાણીઓને ઠંડકથી બચાવવામાં મદદ કરશે.

ફુકરે ફિલ્મના અભિનેતા વરુણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાણીઓની વાતોને છોડો, ઠંડીને સહન કરવી આપણા માટે પણ મુશ્કેલ છે. તાપમાન જ્યારે આઠ ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચે છે ત્યારે પ્રાણીઓ શિયાળામાં ખરેખર અસ્વસ્થતા અનુભવે છે. મેં વિચાર્યું, ચાલો તેમના માટે કંઈક કરીએ.

Master ફુકરેના આ એક્ટરે રખડતા કુતરાઓ માટે ખરીદ્યા સ્વેટર

વરૂણ કહે છે કે મેં તેમના માટે કેટલાક સ્વેટર અને મોજા ખરીદ્યા છે. મને આશા છે કે આ તેમને ઠંડાથી બચવા માટે મદદ કરશે. ફિલ્મ છીછોરે માટે શૂટિંગમાં વ્યસ્ત વરુણ થોડા દિવસો માટે પરિવાર સાથે સમય પસાર કરવા ચંદીગઢમાં આવ્યા છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ આગામી વર્ષે 30 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.