Not Set/ બાળકોની રાહ જોતા જોતા છેલ્લા શ્વાસ લીધા એક્ટ્રેસ ગીતા કપૂરે

મુંબઈ ફિલ્મ પાકીજાની એક્ટ્રેસ ગીતા કપૂરનું શનિવારે 9 વાગે મુંબઈના એક વૃદ્ધાશ્રમમાં અવસાન થયુ હતું. કમાલ અમરોહીની ફિલ્મ પાકીજામાં ગીતાએ રાજકુમારની બીજી પત્નીની ભૂમિકા નિભાવી હતી.પ્રોડ્યુસર અશોક પંડિતએ ગીતાનાં નિધનના જાહેરાત કરી છે. અશોકે પોતાની ટ્વિટર એકાઉન્ટમાં એક વિડિયો શેર કર્યો છે.  જેમાં ગીતાનું શબ જોવા મળી રહ્યું છે. https://twitter.com/ashokepandit/status/1000248316716814336 અશોકએ પોતાના ટ્વીટમાં લખ્યું કે […]

Entertainment
mahuddd બાળકોની રાહ જોતા જોતા છેલ્લા શ્વાસ લીધા એક્ટ્રેસ ગીતા કપૂરે

મુંબઈ

ફિલ્મ પાકીજાની એક્ટ્રેસ ગીતા કપૂરનું શનિવારે 9 વાગે મુંબઈના એક વૃદ્ધાશ્રમમાં અવસાન થયુ હતું. કમાલ અમરોહીની ફિલ્મ પાકીજામાં ગીતાએ રાજકુમારની બીજી પત્નીની ભૂમિકા નિભાવી હતી.પ્રોડ્યુસર અશોક પંડિતએ ગીતાનાં નિધનના જાહેરાત કરી છે. અશોકે પોતાની ટ્વિટર એકાઉન્ટમાં એક વિડિયો શેર કર્યો છે.  જેમાં ગીતાનું શબ જોવા મળી રહ્યું છે.

https://twitter.com/ashokepandit/status/1000248316716814336

અશોકએ પોતાના ટ્વીટમાં લખ્યું કે  57 વર્ષની ગીતા કપૂરની પાર્થિવ બોડીના જોડે ઉભો છું  કે જેને તેમનાં બાળકોએ એક વર્ષ પહેલાં એસઆરવી હોસ્પિટલ મુકીને જતા રહ્યા હતા. ઓલ્ડ એજ હોમમાં તેઓ આજે તેમના છેલ્લા શ્વાસ લીધા હતા. અમે તેમનું ઘણું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ પુત્ર અને પુત્રીને રાહ જોતા તેમને વધારે  કમજોર બનાવી દીધા હતા.

https://twitter.com/ashokepandit/status/1000248298240913408

મળતી માહિતી મુજબ અશોકે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી તે તેના બાળકોની રાહ જોઈ રહ્યા હતા,  પરંતુ કોઈ તેમને મળ્યા આવ્યું નથી. ગયા શનિવારે અમે તેમને ખુશ કરવા માટે એક ગ્રેટ બ્રેકફાસ્ટ અરેંજ કર્યું હતું ત્યાં સુધી તે ઠીક હતા પરંતુ તે ખુશ ન હતા, કારણ કે તે તેના બાળકોને જોવા માંગે છે.