Not Set/ બોલીવૂડ/ અમિતાભ બચ્ચને શેર કરી દિવાળી સેલિબ્રેશનની થ્રોબેક ફોટો, ચાહકોને પાઠવી શુભકામનાઓ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર કેટલા એક્ટિવ છે, તે વાત કોઈથી છુપાયેલી નથી. ગમે તે તક મળે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. દિવાળીના શુભ પ્રસંગે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર હેન્ડલ પર દિવાળીની ઉજવણીના કેટલાક થ્રોબેક ફોટા શેર કર્યા છે અને તમામ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી છે. […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 11 બોલીવૂડ/ અમિતાભ બચ્ચને શેર કરી દિવાળી સેલિબ્રેશનની થ્રોબેક ફોટો, ચાહકોને પાઠવી શુભકામનાઓ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર કેટલા એક્ટિવ છે, તે વાત કોઈથી છુપાયેલી નથી. ગમે તે તક મળે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. દિવાળીના શુભ પ્રસંગે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર હેન્ડલ પર દિવાળીની ઉજવણીના કેટલાક થ્રોબેક ફોટા શેર કર્યા છે અને તમામ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી છે.

અમિતાભ બચ્ચને શેર કર્યા અનસીન ફોટો

દિવાળીની ઉજવણીની અનસીન થ્રોબેક તસવીરોમાં તહેવારો પ્રત્યે અમિતાભ બચ્ચનનો ઉત્સાહ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ફોટામાં અમિતાભ બચ્ચન એક નાની છોકરી સાથે સફેદ કુર્તા-પાયજામા પહેરીને ફૂલજળી સળગાવતા નજરે પડે છે. આ નાનકડી છોકરીને શ્વેતા બચ્ચન કહેવામાં આવી રહી છે. જ્યારે બીજી તસવીરમાં અમિતાભ બચ્ચન જયા બચ્ચન સાથે ફૂલજળી સળગાવતા નજરે પડે છે. ફોટો જોવા પર અમિતાભ અને જયા બચ્ચનની બોન્ડિંગ જોવા મળી રહી છે.

દિવાળીનો અનસીન ફોટો શેર શેર કરતી વખતે અમિતાભે પણ ચાહકોને તેમને દિવાળીની શુભેચ્છાઓ માટે અભિનંદન પાઠવ્યા છે. અમિતાભે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ,  ‘Diwali greetings to all .. peace prosperity and fulfilment ..

દીપાવલીની ઘણી શુભકામનાઓ; સુખ શાંતિ સમૃધ્ધિ કાયમ

અમિતાભ બચ્ચન દિવાળી પાર્ટીનું આયોજન કરશે?

એક અહેવાલ મુજબ, લગભગ બે વર્ષ બાદ બચ્ચન પરિવાર તેમના જુહુ વાળા ઘરે દિવાળીની પાર્ટી આપવા જઇ રહ્યા છે. દરેક જણ આ પાર્ટીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.  આ દિવાળી પાર્ટીમાં આવતા મહેમાનોની સૂચિ પણ બહાર પાડી છે, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સના નામ શામેલ છે. એવું માનવામાં આવે છે કે અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના, શાહરૂખ ખાન-ગૌરી ખાન, કરણ જોહર, રણબીર કપૂર, સંજય દત્ત, આલિયા ભટ્ટ, કબીર ખાન અને બીજા ઘણા સ્ટાર્સ બચ્ચન પરિવારની દિવાળી બેશમાં ભાગ લઈ શકે છે.

છેલ્લા 2 વર્ષોમાં બચ્ચન પરિવારના ઘરે દિવાળીની પાર્ટી નથી થઈ. 2017 માં, ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું અવસાન થયું હતું અને ગયા વર્ષે શ્વેતા બચ્ચન નંદાના સસરાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ કારણોને લીધે બચ્ચન પરિવારમાં દિવાળી પાર્ટી રાખવામાં નહોતી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.