મુંબઇ,
દેશના સૌથી અમીર બિઝનેશમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટી લેક સિટી ઉદયપુરમાં થઇ રહી છે. આ ફંક્શન માટે સિટી પેલેસના ઝનાના મહેલને આલિશાન રીતે શણગારવામાં આવ્યો છે. એવું લાગે છે કે જાણે આ રોનક દિવાળીની થઇ રહી છે.
પ્રી-વેડિંગ પાર્ટી માટે ધ ઓબરોય ઉદયવિલાસ હોટેલને અંબાણી પરિવાર 8 થી 10 ડિસેમ્બર સુધી બુક કરવી છે. આ ઇવેન્ટ માટે હોટેલને રંગ-બિરંગી લાઈટો અને ફૂલોથી સજાવવામાં આવી છે. પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજનીતિ અને વ્યવસાયી દુનિયાના ઘણા મોટા ચહેરાઓ પહોંચ્યા છે. તેમના માટે ઉદયપુરની દરેક મોટી હોટેલને બુક કરવામાં આવી છે.
ઇશા અને આનંદ પિરામલના લગ્ન 12 ડીસેમ્બરના રોજ મુંબઇમાં થવાના છે.
https://www.instagram.com/p/BrIWDYJDGZy/?utm_source=ig_embed
