સની સિંહ અને સોનાલી સૈગલની આગામી ફિલ્મ જય મમ્મી દીનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના નામની જેમ જ પોસ્ટર પણ મસ્ત છે.
આ પોસ્ટરમાં સની અને સોનાલી બંને લગ્નના કપડાં પહેરેલા જોવા મળે છે. જેમને તેમની માતાઓ વિપરીત દિશામાં લઈ રહ્યા છે. જે પરથી એટલું તો તારણ કાઢી શકાય કે આ ફિલ્મ પારિવારિક કોમેડીથી ભરપૂર છે.
સની અને સોનાલી આ પહેલા “પ્યાર કા પંચનામા 2″માં સ્ક્રીન શેર કરી ચૂક્યા છે. દર્શકોએ બંનેની જોડીને ઘણી પસંદ પર કરી છે. ફિલ્મ નિર્માતા લવ રંજને ફરી આ સુપર જોડીને સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.
ફિલ્મ “જય મમ્મી દી” નવજોત ગુલાટી દ્વારા લિખિત અને નિર્દેશિત છે. ટી-સીરીઝના ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર તથા લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત આ ફિલ્મ 17 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
