Not Set/ ખુરશીની નીચે ઓસ્કર ટ્રોફી છુપાવી રહ્યો હતો આ ડાયરેક્ટર, વિડીયો થયો વાયરલ

ઓસ્કાર 2020 નું સમાપન થઇ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીક ફિલ્મોએ ઓસ્કર એવોર્ડ્સમાં પોતાનું સ્થાન બનાવ્યું અને સારું પરફોર્મ કર્યું. આ મામલે ખાસ કરીને દક્ષિણ કોરિયાની ફિલ્મ પેરાસાઇટની ચર્ચા કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અને બેસ્ટ ફિલ્મ માટે ઓસ્કાર જીતીને આ ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો. આ સિવાય જોજો રેબિટ ફિલ્મના […]

Uncategorized
Untitled 103 ખુરશીની નીચે ઓસ્કર ટ્રોફી છુપાવી રહ્યો હતો આ ડાયરેક્ટર, વિડીયો થયો વાયરલ

ઓસ્કાર 2020 નું સમાપન થઇ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીક ફિલ્મોએ ઓસ્કર એવોર્ડ્સમાં પોતાનું સ્થાન બનાવ્યું અને સારું પરફોર્મ કર્યું. આ મામલે ખાસ કરીને દક્ષિણ કોરિયાની ફિલ્મ પેરાસાઇટની ચર્ચા કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અને બેસ્ટ ફિલ્મ માટે ઓસ્કાર જીતીને આ ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો. આ સિવાય જોજો રેબિટ ફિલ્મના ડાયરેક્ટર પણ તેના વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે.

જોજો રેબિટના ડાયરેક્ટર Taika Waititi એ બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેનો ઓસ્કર જીત્યો અને તેઓ તેમની ખુરશી પર આવીને બેસી ગયા. થોડા સમય પછી, તેઓ ખુરશીની નીચે તેમની ઓસ્કર ટ્રોફીને છુપાવા લાગ્યા. બ્રાય લારસન દ્વારા શેર કરેલા આ વીડિયોમાં Taika ખુરશી નીચે પોતાનો ઓસ્કાર એવોર્ડ છુપાવવાની કોશિશ કરતા જોઈ શકાય છે.

https://twitter.com/blarsononline/status/1226698007577583616

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું, હું આશા રાખું છું કે તેઓ તેમનો ઓસ્કાર એવોર્ડ ખુરશીની નીચે મુકીને ભૂલી ણા જાય. જ્યારે બીજા યૂઝરે લખ્યું કે હવે જો તમે આટલી મોટી ટ્રોફી આપો તો કોઈ શું કરશે.

નોંધપાત્ર વાત એ છે કે નાઝી જર્મની પર આધારિત સેટાયાર ફિલ્મ જોજો રેબિટ ચાહકોમાં ઘણી બધી હેડલાઇન્સ બનાવવામાં સફળ રહી છે. આ ફિલ્મ ઓસ્કર એવોર્ડ જીતવામાં પણ સફળ રહી અને ફિલ્મને બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેનો ઓસ્કર એવોર્ડ મળ્યો. જોજો રેબિટ ઉપરાંત, ફિલ્મ આયરિશમેન, જોકર અને લિટલ વુમન 1-1 ઓસ્કર જીતવામાં સફળ રહી હતી.જ્યારે જોકર, જેમણે 11 નામાંકન મેળવ્યા હતા, તે ફક્ત 2 ઓસ્કરથી જ સંતોષ માનવો પડ્યો હતો, જે કેસ પેરાસાઈટનો છે આ ફિલ્મને 6 નામાંકન મળ્યા હતા, જેમાંથી આ ફિલ્મ ચાર ઓસ્કર જીતવામાં સફળ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.