Not Set/ એકવાર ફરી સિલ્વર સ્ક્રીન જોવા મળશે જૂહી ચાવલા-રિશી કપૂરની જોડી, જાણો ફિલ્મ વિશે

મુંબઈ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ જુહી ચાવલા અને રિશી કપૂર એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા આવી રહી છે. આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા હશે જેને ડાયરેક્શન હિતેશ ભાટિયા કરી રહ્યા છે. જણાવીએ કે આ ફિલ્મનું હજુ સુધી નામ આપવામાં આવ્યું નથી પરંતુ તેનેં શુટિંગ શરુ થઇ ચુક્યું છે. ફિલ્મને સોની પિક્ચર્સ એન્ટરટેનમેંટ ઇન્ડિયા […]

Trending Entertainment

મુંબઈ

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ જુહી ચાવલા અને રિશી કપૂર એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા આવી રહી છે. આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા હશે જેને ડાયરેક્શન હિતેશ ભાટિયા કરી રહ્યા છે. જણાવીએ કે આ ફિલ્મનું હજુ સુધી નામ આપવામાં આવ્યું નથી પરંતુ તેનેં શુટિંગ શરુ થઇ ચુક્યું છે.

Image result for juhi chawla rishi kapoor movie

ફિલ્મને સોની પિક્ચર્સ એન્ટરટેનમેંટ ઇન્ડિયા પ્રોડ્યુસ કરી રહ્યા છે. જેના મેનેજિંગ ડાયરેક્ટર વિવેક કૃષ્ણાનીએ જણાવ્યું કે અમે ઓડિયન્સના સામે એવી સ્ટોરી લાવવા માંગીએ છીએ કે જે તેમને પહેલા ક્યારે પણ ના જોઈ હોય. અમે આ ફેમિલી કોમેડી ફિલ્મ માટે ઘણા ઉત્સાહિત છીએ. ફિલ્મ ‘102 નોટ આઉટ’ પછી રિશી કપૂર ફરી અમારા સાથે ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

Related image

આપને જણાવી દઈએ કે રિશી કપૂર અને જુહી ચાવલા આ ફિલ્મ પહેલા ‘સાજન કા ઘર’, ‘ઇના મીના ડીકા’ અને ‘બોલ રાધા બોલ’ જેવી બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. તાજેતરમાં રિશી કપૂરની ફિલ્મ ‘મુલ્ક’ રિલીઝ કરવામાં આવી હતી. તો જૂહી ચાવલા છેલ્લે ફિલ્મ ‘ચોક એંડ ડસ્ટર’માં જોવા મળી હતી.

Image result for juhi chawla rishi kapoor