Not Set/ “ધ કપિલ શર્મા શો”ના પ્રથમ ગેસ્ટ બનશે સલમાન ખાન, શુટિંગ શરુ

મુંબઇ, કોમેડિયન કપિલ શર્મા તેના લોકપ્રિય પ્રોગ્રામ “ધ કપિલ શર્મા શો” સાથે ટીવી પર કમબેક કરી રહ્યા છે. કપિલ શર્માએ શોનું શૂટિંગ શરૂ કર્યું છે. શોના નવા સેટનો ફોટો સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કપિલના શોમાં પ્રથમ સેલિબ્રિટી ગેસ્ટ બોલિવૂડના સુપરસ્ટાર  સલમાન ખાન હશે. કપિલના છેલ્લા શોમાં સાથે રહેલ ચંદન, કિકુ શારદા અને […]

Uncategorized
ds "ધ કપિલ શર્મા શો"ના પ્રથમ ગેસ્ટ બનશે સલમાન ખાન, શુટિંગ શરુ

મુંબઇ,

કોમેડિયન કપિલ શર્મા તેના લોકપ્રિય પ્રોગ્રામ “ધ કપિલ શર્મા શો” સાથે ટીવી પર કમબેક કરી રહ્યા છે. કપિલ શર્માએ શોનું શૂટિંગ શરૂ કર્યું છે. શોના નવા સેટનો ફોટો સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કપિલના શોમાં પ્રથમ સેલિબ્રિટી ગેસ્ટ બોલિવૂડના સુપરસ્ટાર  સલમાન ખાન હશે.

કપિલના છેલ્લા શોમાં સાથે રહેલ ચંદન, કિકુ શારદા અને સુમોના ચક્રવર્તી નવા સિઝનમાં પણ તેમની સાથે હશે. શોમાં રોશેલ રાવના સાથે કોમેડિયન ભારતી સિંહ અને કૃષ્ણ અભિષેક પણ જોવા મળશે.

કપિલ શર્મા શોના બીજા સિઝનનું ટીઝરને રિલિઝ કરવામાં આવ્યું છે, જેમાં શોને જલ્દી રિલીઝ થવાની પણ માહિતી આપવામાં આવી છે. બીમારી અને વિવાદથી ઘેરાયા પછી, કપિલ હવે પોતાની કારકિર્દીની એક નવા મુકા સુધી લઇ જશે.

ઉલ્લેખનીય છે કે કોમેડી કિંગ કપિલ શર્મા 12 મી ડિસેમ્બરે તેમની મંગેતર ગીન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આજકાલ કપિલના લગ્ન કાર્ડ સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. કપિલનું કાર્ડ ચાર પ્રકારની મીઠાઈઓ સાથે આપવામાં આવી રહ્યું છે. કપિલએ ઘણા બોલિવુડ સ્ટાર્સને લગ્નનું કાર્ડ મોકલ્યું છે. આ લોકપ્રિય બોલિવૂડ સેલિબ્રિટીઝ-મહેમાનો માટે આમંત્રણ, બોક્સ અને મીઠાઈઓ મોકલવા માટે એક જાણીતી મીઠાઈની દુકાન પસંદ કરવામાં આવી છે.