Not Set/ કરણ જોહરે ડિયર કોમરેડના રાઇટ્સ અધધ 6 કરોડ રૂપિયામાં ખરીદ્યા

મુંબઇ, તેલુગુ સ્ટાર વિજય દેવરકોન્ડાની ફિલ્મ ડિયર કોમરેડની હિન્દી રીમેક ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 26મી જુલાઇના દિવસે હાલમાં રજૂ કરવામાં આવી છે ત્યારે તેની હિન્દી રીમેક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરે ડિયર કોમરેડ ની હિન્દી રીમેક બનાવવા માટેનો નિર્ણય કર્યો છે.છેલ્લા કેટલાક દિવસથી આ ફિલ્મને લઇને ચર્ચા […]

Uncategorized
wefcgwedo 15 કરણ જોહરે ડિયર કોમરેડના રાઇટ્સ અધધ 6 કરોડ રૂપિયામાં ખરીદ્યા

મુંબઇ,

તેલુગુ સ્ટાર વિજય દેવરકોન્ડાની ફિલ્મ ડિયર કોમરેડની હિન્દી રીમેક ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 26મી જુલાઇના દિવસે હાલમાં રજૂ કરવામાં આવી છે ત્યારે તેની હિન્દી રીમેક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરે ડિયર કોમરેડ ની હિન્દી રીમેક બનાવવા માટેનો નિર્ણય કર્યો છે.છેલ્લા કેટલાક દિવસથી આ ફિલ્મને લઇને ચર્ચા જોવા મળી રહી હતી. હવે આને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે. અસલી ફિલ્મ કરતા તેની હિન્દી રીમેક ફિલ્મની ચર્ચા છે.

કરણ જોહરે ડિયર કોમરેડના રાઇટ્સ અધધ કહેવાય તેવા 6 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.કોઇ સાઉથ ઇન્ડિયન ફિલ્મના રાઇટ્સ માટે આ હાઇએસ્ટ રકમ મનાય છે.

ફિલ્મ જોયા પછી કરણ જોહરે ટ્વીટ કરતાં લખ્યું કે મને ડિયર કોમરેડ જોતા બેહદ ખુશી થઇ.જબરદસ્ત પાવરફુલ લવસ્ટોરી છે.વિજય અને રશ્મિકા મંદાનાનું પરફોમન્સ પણ ઉચ્ચ કક્ષાનું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ મેકર  સાજિદ નડિયાદવાળા, ભુષણ કુમાર, મુરાદ ખેતાની અને વિજય ગિલાની પણ ફિલ્મમા અધિકાર ખરીદી લેવા માટે ઇચ્છુક હતા. જો કે તેમના તરફથી ઓછી કિંમતની ઓફર કરવામાં આવી હતી. હાલના દિવસોમાં બોલિવુડમાં દક્ષિણ ભારતની ફિલ્મોની હિન્દી રીમેક બનાવવામાં આવી રહી છે.

કબીર સિંહ, સિમ્બા જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળી ગયા બાદ દક્ષિણ  ભારતની ફિલ્મોની હિન્દી રીમેક બનાવવામાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.