Not Set/ કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની રીમેકમાં આલિયા-જહાનવી સાથે જોવા મળશે રણવીર સિંહ

મુંબઇ, કરણ જોહરની આઇકોનિક ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની  રીમેકને લઇને ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. પ્રાપ્ત હેવાલ મુજબ ચાહકોની માંગ બાદ હવે આ ફિલ્મની રીમેક ફિલ્મ બનાવવામાં આવનાર છે. ફિલ્મમાં હવે રણબીર કપુરના બદલે રણવીર સિંહ મુખ્ય રોલમાં નજરે પડી શકે છે. રણબીર હાલમાં અન્ય ફિલ્મોને લઇને ભારે વ્યસ્ત છે. રણબીર અને રણવીર […]

Uncategorized
aaaam 16 કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની રીમેકમાં આલિયા-જહાનવી સાથે જોવા મળશે રણવીર સિંહ

મુંબઇ,

કરણ જોહરની આઇકોનિક ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની  રીમેકને લઇને ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. પ્રાપ્ત હેવાલ મુજબ ચાહકોની માંગ બાદ હવે આ ફિલ્મની રીમેક ફિલ્મ બનાવવામાં આવનાર છે. ફિલ્મમાં હવે રણબીર કપુરના બદલે રણવીર સિંહ મુખ્ય રોલમાં નજરે પડી શકે છે. રણબીર હાલમાં અન્ય ફિલ્મોને લઇને ભારે વ્યસ્ત છે.

રણબીર અને રણવીર સિંહ બંનેની પાસે અનેક ફિલ્મો રહેલી છે. ફેન્સની ઇચ્છા છે કે કરણ જોહર આ ફિલ્મની રીમેક ફિલ્મ ચોક્કસપણે બનાવે. જ્યારે પણ કરણ જોહરને આ ફિલ્મની રીમેક અંગે વાત કરવામા આવે છે ત્યારે હજુ સુધી રણબીર કપુર, આલિયા ભટ્ટ અને જહાનવી કપુરના નામ લેતા હતા. પરંતુ હવે એમ લાગે છે કે કરણ જોહરે રાહુલના પાત્ર માટે નિર્ણય બદલી નાંખ્યો છે. રાહુલના રોલમાં હવે રણવીર સિંહ મુખ્ય રોલમાં નજરે પડી શકે છે.

જ્યારે સ્ટાર કાસ્ટના સંબંધમાં વાત થઇ ત્યારે કરણે રણબીર સિંહનુ નામ લેવાના બદલે રણવીર સિંહનુ નામ લીધુ હતુ. કરણ જાહરે હવે આલિયા, રણવીર સિંહ અને જાન્હવી કપુરને લેવાનો નિર્ણય કર્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં રણવીર સિંહ પોતાની આગામી મહત્વકાંક્ષી ફિલ્મ 83 ને લઇને વ્યસ્ત છે.

જ્યારે રણબીર કપુર આલિયા સાથેની ફિલ્મને લઇને આશાવાદી છે. રણવીર સિંહ 83માં કપિલ દેવની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મને લઇને ઉત્સુકતા છે. કારણ કે આ ફિલ્મ વર્ષ 1983માં કપિલના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ તેના પર આધારિત એક ક્રિકેટ ફિલ્મ છે. ફિલ્મમાં વર્ષ 1983માં અન્ય સ્ટાર ખેલાડીઓની ભૂમિકામાં રહેલા તમામની પસંદગી કરવામાં આવી ચુકી છે. ફિલ્મને રોમાંચક ફિલ્મ બનાવવા માટેના  પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.