Not Set/ જાણો,ફિલ્મ ‘રાઝી’ ક્યાં કારણોસર પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

મુંબઈ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ રાઝી ભારતમાં આવતીકાલે એટલે કે 11 મે ના રોજ રીલીઝ થવાની છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પર પડોશી દેશ પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકી દેવાયો છે. પાકિસ્તાનના સેંસર બોર્ડનુ માનવુ છે કે આ ફિલ્મમાં વિવાદિત કન્ટેન્ટ છે અને જેમાં પાકિસ્તાનની ખરાબ છબિ દર્શાવવામાં આવી છે. […]

Entertainment
aliabhatt જાણો,ફિલ્મ 'રાઝી' ક્યાં કારણોસર પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ રાઝી ભારતમાં આવતીકાલે એટલે કે 11 મે ના રોજ રીલીઝ થવાની છે.

Image result for raazi alia bhatt

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પર પડોશી દેશ પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકી દેવાયો છે. પાકિસ્તાનના સેંસર બોર્ડનુ માનવુ છે કે આ ફિલ્મમાં વિવાદિત કન્ટેન્ટ છે અને જેમાં પાકિસ્તાનની ખરાબ છબિ દર્શાવવામાં આવી છે.

Image result for raazi alia bhatt

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના કેટલાક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સે પણ ફિલ્મને ખરીદવાનો ઈન્કાર કર્યો છે. ફિલ્મ રાઝી ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે.

Image result for raazi alia bhatt

રાઝી હરિંદર સિક્કાની પુસ્તક કોલંગ સહમત પર આધારિત છે, જેમાં આલિયાએ સહમત નામની એક કાશ્મીરી યુવતિનુ પાત્ર ભજવ્યુ છે. ફિલ્મમાં સહમતના લગ્ન એક પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે થાય છે પાક આર્મી ઓફિસરના પાત્રમાં વિક્કી કૌશલ નજરે પડશે.

Related image

આલિયાએ ફિલ્મમાં એક હિન્દુસ્તાની જાસુસની ભૂમિકા ભજવી છે. ફિલ્મ અંગે વાત કરતા વિક્કી કૌશલએ જણાવ્યુ કે, રાઝીને એક યુદ્ધ પર આધારિત ફિલ્મ ગણાવવી ખોટુ રહેશે કારણકે આ ફિલ્મ માત્ર ભારત-પાકિસ્તાન યુદ્ધ પર નહીં પણ બન્ને દેશો વચ્ચે તણાવના સમયે પરસ્પર રહેલ સંબંધો પર આધારિત  છે.

Image result for raazi alia bhatt

Related image