Not Set/ કઠુઆ રેપ કેસ : ભાવુક થયેલી સની લિયોનીએ હ્રદયસ્પર્શી તસ્વીર પોસ્ટ કરી

મુંબઈ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે મંદિરમાં થયેલા દુષ્કર્મએ સમગ્ર દેશને ખળભળાવી મૂક્યો છે. આ બર્બરતાથી દેશના લોકોમાં ગુસ્સો છે. ચારે તરફથી આરોપીઓને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવી છે.કઠુઆ રેપ કેસમાં બોલીવુડની સેલિબ્રીટીએ પણ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી છે. એક સમયની પોર્ન સ્ટાર અને હવે બોલીવુડની અભિનેત્રી બનેલી સની લિયોનીએ પણ કઠુઆ બાળકી પર […]

Entertainment
sahaha કઠુઆ રેપ કેસ : ભાવુક થયેલી સની લિયોનીએ હ્રદયસ્પર્શી તસ્વીર પોસ્ટ કરી

મુંબઈ

કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે મંદિરમાં થયેલા દુષ્કર્મએ સમગ્ર દેશને ખળભળાવી મૂક્યો છે. આ બર્બરતાથી દેશના લોકોમાં ગુસ્સો છે. ચારે તરફથી આરોપીઓને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવી છે.કઠુઆ રેપ કેસમાં બોલીવુડની સેલિબ્રીટીએ પણ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી છે.

એક સમયની પોર્ન સ્ટાર અને હવે બોલીવુડની અભિનેત્રી બનેલી સની લિયોનીએ પણ કઠુઆ બાળકી પર થયેલાં દુષ્કર્મ પર પોતાની વ્યથા રજુ કરી હતી.

એક્ટ્રેસ સની લિયોનીએ પણ બાળકોની સુરક્ષાને લઈ સોશિયલ મીડીયામાં એક લાગણીશીલ પોસ્ટ કરી છે. સનીએ પોતાની દીકરી નિશાની તસવીર સાથે એક ભાવુક સંદેશો આપ્યો છે. આ તસવીરમાં તેની દીકરી જેકેટની અંદર લપાઈને બેઠી છે.

તમને જણાવી દઈએ કે સનીએ આ પોસ્ટ શેર કરતા શું જણાવ્યું છે કે સનીએ તેની દીકરી સાથેની તસ્વીર પોસ્ટ કરીને તેને તેની દીકરી માટે લખ્યું હતું કે હું વચન આપું છું કે મારું દિલ, આત્મા અને બધુજ તારી સુરક્ષા માટે જ છે આ દુનિયાની બધી જ ખરાબ વસ્તુઓથી તેને બચાવવા માટે હું મારી જાન પણ આપી દઈશ. વધુમાં એ પણ લખ્યું કે ખરાબ માણસો સામે દુનિયાના દરેક બાળકોને તેમનો અહેસાસ હોવો જોઈએ તો આવો આપણે આપણા બાળકોને આપણી થોડા નજીક લાવીએ કેમ કે તે  કોઈ પણ સંજોગોમાં તે પોતાને સુરક્ષિત માની શકે.

Instagram will load in the frontend.

ઉલ્લેખાનીય છે કે ઘણા સમયથી રેપ કેસો વધી રહ્યા છે તે મામલે બોલીવુડ સ્ટાર પણ સોશિયલ મીડિયા દ્રારા  તેનો વિરોધ કરી રહ્યા છે બોલીવુડ એક્ટ્રેસ તેમના સોશિયલ એકાઉન્ટમાં અલગ અલગ પોસ્ટ કરીને તેનો વિરોધ  કરી રહ્યા છે.