Not Set/ ફરી એક વાર ગુપ્તચર અધિકારી બનશે મનોજ વાજપેયી

મુંબઈ, હાલમા એમેઝોન ઓરિજિનલ સિરીઝ ધ ફેમિલી મેનનું ટ્રેઈલર અને પોસ્ટર રિલીઝ કરવા માં આવ્યું હતું જેમાં મનોજ વાજપેયી મુખ્યુ ભૂમિકામા જોવા મળ્યો હતો. પદ્મશ્રી પુરસ્કાર સમ્માનિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મનોજ વાજપેયી એમેઝોન ઓરિજિનલ ની આ નવી સિરીઝ માં શ્રીકાંત તિવારી નામના એક ગુપ્તચર અધિકારી તરીકે જોવા મળશે. બોલિવૂડમાં પોતાની અભિનયથી કરોડોના દિલ જીતનાર […]

Uncategorized
AAAAAAAAAAAAAAAMAHU 9 ફરી એક વાર ગુપ્તચર અધિકારી બનશે મનોજ વાજપેયી
મુંબઈ,

હાલમા એમેઝોન ઓરિજિનલ સિરીઝ ધ ફેમિલી મેનનું ટ્રેઈલર અને પોસ્ટર રિલીઝ કરવા માં આવ્યું હતું જેમાં મનોજ વાજપેયી મુખ્યુ ભૂમિકામા જોવા મળ્યો હતો.

પદ્મશ્રી પુરસ્કાર સમ્માનિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મનોજ વાજપેયી એમેઝોન ઓરિજિનલ ની આ નવી સિરીઝ માં શ્રીકાંત તિવારી નામના એક ગુપ્તચર અધિકારી તરીકે જોવા મળશે.

બોલિવૂડમાં પોતાની અભિનયથી કરોડોના દિલ જીતનાર મનોજ હવે તેની આગામી સીરીઝથી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
રસપ્રદ વાત એ છે કે, સ્પેશિયલ 26, નામ શબાના અને ઐયારી જેવી બોલિવૂડ ફિલ્મોમાં ગુપ્તચર અધિકારીની ભૂમિકા નિભાવ્યા બાદ, અભિનેતા હવે ફરી એકવાર ‘ધ ફેમિલી મેન’ માં ગુપ્તચર અધિકારીની ભૂમિકા ભજવમાં માટે તૈયાર છે.

ડાયનેમિક જોડી રાજ અને ડીકે (રાજ નિદિમોરૂ અને કૃષ્ણ ડીકે)ની નિર્મિતી ધ ફેમિલી મેન 20 સપ્ટેમ્બરથી 200 દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઈમ વિડિયો પર ખાસ રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.