Not Set/ બોલીવૂડ/ અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’થી ડેબ્યુ કરશે માનુષી છિલ્લર, નિભાવશે આ ભૂમિકા

વર્ષ 2017 માં પોતાના માથા પર મિસ વર્લ્ડનો તાજ પહેરનાર માનુષી છિલ્લર આવતા વર્ષે અભિનયની દુનિયામાં ડેબ્યૂ કરશે. તે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં સંયોગિતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરશે, જેમણે ટેલિવિઝન પર ‘ચાણક્ય’નું નિર્દેશન કર્યું છે. પૃથ્વીરાજનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી કહે છે કે, ટીમ એક […]

Uncategorized
maya 4 બોલીવૂડ/ અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'થી ડેબ્યુ કરશે માનુષી છિલ્લર, નિભાવશે આ ભૂમિકા

વર્ષ 2017 માં પોતાના માથા પર મિસ વર્લ્ડનો તાજ પહેરનાર માનુષી છિલ્લર આવતા વર્ષે અભિનયની દુનિયામાં ડેબ્યૂ કરશે. તે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં સંયોગિતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરશે, જેમણે ટેલિવિઝન પર ‘ચાણક્ય’નું નિર્દેશન કર્યું છે.

Image result for manushi chhillar

પૃથ્વીરાજનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી કહે છે કે, ટીમ એક ખૂબસૂરત, મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ ચહેરો શોધી રહી હતી, જે માનુષી છિલ્લરમાં દેખાયો હતો. માનુષીએ થોડા દિવસો પહેલા આ માટે ઓડિશન આપ્યું હતું.

Image result for manushi chhillar akshy kumar

ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું, ‘અમે આ ભૂમિકા માટે ઘણાં નવા ચહેરાઓનું ઓડિશન લીધું હતું. સંયોગિતા એક મજબૂત અને આત્મવિશ્વાસવાળી છોકરી હતી. અમે માનુષીમાં આ વસ્તુ જોઇ. તેણે દર વખતે સારું કામ કર્યું. તે અઠવાડિયામાં 6 દિવસ રિહર્સલ કરતી હતી.’

Image result for manushi chhillar akshy kumar

જ્યારે માનુષીનું કહેવું છે કે, ‘આ યાત્રાથી મને મળતી શિક્ષાથી હું ખૂબ જ ખુશ અને રોમાંચિત છું. મારું જીવન અત્યાર સુધી કોઈ પરીકથા કરતા ઓછું રહ્યું નથી. મિસ ઈન્ડિયા અને ત્યારબાદ મિસ વર્લ્ડ બન્યા પછી, હવે મારી પ્રથમ ફિલ્મ એટલો મોટો પ્રોજેક્ટ મળી રહ્યો છે, તે મારા જીવનમાં એક નવા રોમાંચક પ્રકરણ જેવો છે. ‘

Related image

સંયોગિતાની ભૂમિકા અંગે માનુષીએ કહ્યું, ‘તે એક શક્તિશાળી વ્યક્તિત્વ હતી. તેણી જે યોગ્ય છે તેના માટે ઉભી રહી અને પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો જાતે લીધા. તેમનું જીવન ભારતીય ઇતિહાસનો ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય છે અને માનુષી તેને શક્ય તેટલી સચોટ રીતે નિભાવમાં માટે પ્રયત્ન કરશે. ‘

‘પૃથ્વીરાજ’ વર્ષ 2020 માં દિવાળી પર રીલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.