Not Set/ આ ટીવી એક્ટ્રેસે પુત્રીની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા

મરાઠી ટીવી અભિનેત્રી પ્રદન્યા પાર્કરે તેની 17 વર્ષની પુત્રી શ્રુતિની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. ઘટના મહારાષ્ટ્રના કલવા શહેરની છે. 40 વર્ષીય પ્રદન્યાએ સુસાઇડ નોટ પણ છોડી દીધી છે. નબળી આર્થિક સ્થિતિને કારણે અભિનેત્રીએ આ પગલું ભર્યું હતું. શ્રુતિ 12  ઘોરણમાં અભ્યાસ કરતી હતી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શેખર બાગડેએ જણાવ્યું હતું કે, તેની […]

Uncategorized

મરાઠી ટીવી અભિનેત્રી પ્રદન્યા પાર્કરે તેની 17 વર્ષની પુત્રી શ્રુતિની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. ઘટના મહારાષ્ટ્રના કલવા શહેરની છે. 40 વર્ષીય પ્રદન્યાએ સુસાઇડ નોટ પણ છોડી દીધી છે. નબળી આર્થિક સ્થિતિને કારણે અભિનેત્રીએ આ પગલું ભર્યું હતું.

શ્રુતિ 12  ઘોરણમાં અભ્યાસ કરતી હતી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શેખર બાગડેએ જણાવ્યું હતું કે, તેની સ્યુસાઇડ નોટમાં અભિનેત્રીએ લખ્યું છે કે તેમને આજકાલ કામ મળતું નથી. તેના પતિને ધંધામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેત્રીનો પતિ જીમમાં ગયો હતો. શનિવારે સવારે 8 થી 9 દરમિયાન પ્રદન્યાએ આત્મહત્યા કરી હતી. પતિના જીમમાંથી પાછા આવ્યા પછી અંદરથી અવાજ આવ્યો નહીં. આ પછી દરવાજો તોડી નાખ્યો હતો.પ્રદન્યાની લાશને રૂમમાં પંખાથી લટકાતી જોવા મળી હતી અને પુત્રી શ્રુતિની લાશ નીચે પડી હતી. પ્રદન્યાએ પુત્રીનું ગળું દબાવી હત્યા કરી હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.