Not Set/ ફિલ્મ ‘સંજુ’ના ટ્રેલરને રિલીઝ કરવા માટે ફિલ્મ મેકર્સએ કરી છે કંઈ આવી તૈયારીઓ

મુંબઈ રાજકુમાર હિરાની દ્વારા નિર્દશન કરવામાં આવેલ ફિલ્મ ‘સંજુ‘નું  આજે બુધવારના રોજ ટ્રેલર  રિલિઝ કરવામાં આવશે. અભિનેતા રણબીર કપૂર સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં સંજયની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મના ટીઝર વિડિયો 24 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેને 50 મિલિયનથી વધુ વખત YouTube પર જોવામાં આવ્યો છે. દર્શકો મૂવી ટ્રેલર જોવા […]

Entertainment Videos
mahu djm ફિલ્મ 'સંજુ'ના ટ્રેલરને રિલીઝ કરવા માટે ફિલ્મ મેકર્સએ કરી છે કંઈ આવી તૈયારીઓ

મુંબઈ

રાજકુમાર હિરાની દ્વારા નિર્દશન કરવામાં આવેલ ફિલ્મ ‘સંજુ‘નું  આજે બુધવારના રોજ ટ્રેલર  રિલિઝ કરવામાં આવશે. અભિનેતા રણબીર કપૂર સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં સંજયની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મના ટીઝર વિડિયો 24 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેને 50 મિલિયનથી વધુ વખત YouTube પર જોવામાં આવ્યો છે. દર્શકો મૂવી ટ્રેલર જોવા માટે આતુર છે.

આપને જણાવી દઈએ કે મૂવી ટ્રેલરને રિલીઝ કરવા માટે મેકર્સએ જુદી જુદી તૈયારી કરી છે અને આ ટ્રેલરને દેશના 5 રાજ્યોની રાજધાનીમાં લોન્ચ કરવામાં આવશે. મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે જેમાં મીડિયાના પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે અને જો  5 શહેરની વાત કરવામાં આવે તો આ ટ્રેલર દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ અને લખનઉમાં લોન્ચ કરવામાં આવશે.

DcAe6etW4AA88ND ફિલ્મ 'સંજુ'ના ટ્રેલરને રિલીઝ કરવા માટે ફિલ્મ મેકર્સએ કરી છે કંઈ આવી તૈયારીઓ

ટ્રેલર મૂળ રૂપે મુંબઈમાં શરૂ કરવામાં આવશે અને અન્ય સ્થળોએ તે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા બતાવવામાં આવશે. આ  ફિલ્મમાં ઘણા દિગ્ગજ સ્ટાર જોવા મળશે. જેમાંના અનેકના તો પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. પરેશ રાવલ સંજયના પિતા સુનિલ દત્ત અને મનીષા કોઈરાલા માતા નરગીસની ભૂમિકા ભજવશે. અનુષ્કા શર્મા ફિલ્મમાં વકીલની ભૂમિકામાં હશે અને સોનમ કપૂર ટીના મુનીમની ભૂમિકા ભજવશે.