Not Set/ ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ સીઝન ૪ની વિજેતા બની ઉર્વી શેટ્ટી

મુંબઈની ઉર્વી શેટ્ટીએ ટીવી શો ઇન્ડીયાઝ નેક્સ્ટ ટોપ મોડલની સીઝન ૪ની વિજેતા બની છે. વિજેતા થવાને લીધે તેને વાયકોમ ૧૮ અને એકસીડ એન્ટરટેનમેઇન્ટ સાથે એક વર્ષ કામ કરવાનો કોન્ટ્રકટ પણ મળ્યો છે. એટલું જ નહી પણ ગોલ્ડન જીમની મેમ્બરશીપ અને હોંગ-કોંગમાં ડ્રીમ ક્રુઝમાં ફરવાનો ચાન્સ પણ મળ્યો છે. https://www.instagram.com/p/BrKTKgjHrBu/ તમને જણાવી દઈએ કે ત્રીજી સીઝનની […]

India Trending Entertainment

મુંબઈની ઉર્વી શેટ્ટીએ ટીવી શો ઇન્ડીયાઝ નેક્સ્ટ ટોપ મોડલની સીઝન ૪ની વિજેતા બની છે.

Image result for urvi shetty

વિજેતા થવાને લીધે તેને વાયકોમ ૧૮ અને એકસીડ એન્ટરટેનમેઇન્ટ સાથે એક વર્ષ કામ કરવાનો કોન્ટ્રકટ પણ મળ્યો છે. એટલું જ નહી પણ ગોલ્ડન જીમની મેમ્બરશીપ અને હોંગ-કોંગમાં ડ્રીમ ક્રુઝમાં ફરવાનો ચાન્સ પણ મળ્યો છે.

https://www.instagram.com/p/BrKTKgjHrBu/

તમને જણાવી દઈએ કે ત્રીજી સીઝનની વિજેતા અમદાવાદની રિયા સુબોધ બની હતી. ચોથી સીઝનની વિજેતાએ પોતાના અનુભવ વિશે કહ્યું કે ઇન્ડીયાઝ નેક્સ્ટ ટોપ મોડલમાં અમરો અનુભવ ઘણો અદ્ભુત રહ્યો છે. મારી કમજોરીને જાણવા અને મારા ટેલેન્ટને બહાર લાવવાનો મોકો મને આ પ્લેટફોર્મ દ્વારા મળ્યો છે.

https://www.instagram.com/p/BrHocfBn-uw/

મારા માતા-પિતા અને આ શોના નિર્માતાઓના સાથ વગર હું અહી પહોચી ન શકત.

ઉર્વીની જીત પર આ શોની જજ મલાઈકા અરોરાએ કહ્યું કે મને ઉર્વીની જીત પણ ઘણો ગર્વ છે. ઉર્વી મજબુત પ્રતિયોગીમાની એક છે. ઉર્વીએ આત્મવિશ્વાસ સાથે આ ટાઈટલ જીત્યું છે.

ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં નિશા યાદવ ફર્સ્ટ રનર અપ અને રુશાલી યાદવ સેકંડ રનર અપ રહી છે.