મુંબઈ,
જોડીયોનો ડાન્સ પ્રસ્તુત કરનારા, સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા શો ‘નચ બલિયે’ની નવી સિઝન બસ આવી જ પહોંચી છે. આ શોની તાજેતરમાં જ એક ભવ્યતમ રજૂઆત થઈ અને તેને ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં ડાન્સ રિયાલિટી શોની અત્યાર સુધીની સૌથી વૈભવી રજૂઆત ગણવામાં આવી રહી છે.

અહીં જોશ તેની પરાકાષ્ઠાએ છે અને આથી જ આપણા સ્પર્ધકો અનિતા હસનંદાની, ઉર્વશી ધોલકિયા અને વિશાલ આદિત્ય સિંહ સપનાઓના શહેર મુંબઈમાં ક્લબ હોપિંગ પર નીકળી પડ્યા હતા. અનેક એટલું જ નહીં તેમણે અત્યંત વૈભવી ગાડીઓ માં મજેદાર સફર પણ માણી. આ કલાકારો વર્સોવા સોશિયલથી લઇને હાર્ડ રોક કાફે, અંધેરી ગયા જ્યાં શોની રજૂઆત થવા જઈ રહી હતી.

આ શોના તેમના માનીતા સ્પર્ધકો વિશેના સમાચાર પહેલેથી જ તેમના ચાહકો સુધી પહોંચી ગયા હતા અને તેમના ઉત્સાહનો કોઈ પાર ન રહ્યો જ્યારે તેમણે તેમના માનીતા સ્પર્ધકોને મુંબઈના વિવિધ ક્લબોમાં જોયા.

‘નચ બલિયે’ નવું નિર્માણ સલમાન ખાન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ વખતે તેમાં ગ્લેમરનું તત્વ ભારોભાર ઉમેરાયેલું છે જે પાછલી સિઝનના કોઈપણ ડાન્સ રિયાલિટી શો કરતાં અનેક ગણું વધુ છે. તે સૌથી રોમાંચક અને કુતૂહલભર્યો આવનારો શો પણ ગણાવાઈ રહ્યો છે કારણકે તેના વિષયમાં આ વખતે એક નવો મરોડ ઉમેરવામાં આવ્યો છે. નવી કડી અનુસાર ‘નચ બલિયે ૯’માં પાંચ ભૂતપૂર્વ જોડીઓ અને પાંચ હાલની જોડીઓ આ અત્યંત પ્રતિષ્ઠિત ખિતાબ જીતવા માટે આમને-સામને ઉતરશે.

‘નચ બલિયે 9’નું પ્રસારણ સ્ટારપ્લસ પર 19 જુલાઈથી દર શનિવાર અને રવિવારે થવા જઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
