Not Set/ માત્ર શ્રીદેવી જ નહી પરંતુ આ હસ્તિઓનું પણ બાથટબમાં ડૂબવાથી મૃત્યુ થયું છે, જાણો આ હસ્તિઓ વિશે   

મુંબઈ બોલીવુડની  અદાકાર મિસ હવા હવાઈ શ્રીદેવીનું નિધન ૨૪ ફેબ્રુઆરીના રોજ દુબઈમાં થયું હતું. તેમના નિધનથી સમગ્ર બોલીવુડની સાથે સાથે દુનિયામાં પણ શોક છવાઈ ગયો છે. શ્રીદેવીના મૃત્યુના બીજા દિવસે ખબર પડી કે શ્રીદેવીનું નિધન હોટલના બાથરૂમના બાથટબમાં ડૂબવાથી થયું છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવી સિવાયની પણ ઘણી એવી હસ્તિઓ છે કે જેનું મૃત્યુ બાથરૂમના […]

Entertainment

મુંબઈ

બોલીવુડની  અદાકાર મિસ હવા હવાઈ શ્રીદેવીનું નિધન ૨૪ ફેબ્રુઆરીના રોજ દુબઈમાં થયું હતું. તેમના નિધનથી સમગ્ર બોલીવુડની સાથે સાથે દુનિયામાં પણ શોક છવાઈ ગયો છે. શ્રીદેવીના મૃત્યુના બીજા દિવસે ખબર પડી કે શ્રીદેવીનું નિધન હોટલના બાથરૂમના બાથટબમાં ડૂબવાથી થયું છે.

ઉલ્લેખનીય છે કે શ્રીદેવી સિવાયની પણ ઘણી એવી હસ્તિઓ છે કે જેનું મૃત્યુ બાથરૂમના બાથટબમાં ડૂબવાથી થયું છે.

તો આવો જાણીએ એવી જ હસ્તિઓ વિશે. 

  

અમેરિકામાં જન્મેલા જિમ મોરિસન કે જે ખુબ જ જાણીતા ગાયક અને કવિ હતા.’ધ ડોર’ આલ્બમમાં આ ગાયકનું નામ ખુબ જ જાણીતું હતું. જિમ મોરિસનનું મૃત્યુ ૨૭ વર્ષની નાની ઉમરમાં જ થયું હતું. જિમ મોરિસન લાશ તેમના પેરિસના તેમના એપાર્ટમેન્ટમાં બાથટબમાં મળી આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ એટેક આવવાથી થયું હતું.

વાઇટની હસ્ટનનું મૃત્યુ પણ બાથટબમાં ઉંધા મોઢે પડવાથી થયું હતું.વર્ષ 2012 તેના બાથટબ માંથી તેની લાશ મળી આવી હતી. વાઇટની હસ્ટનને વર્ષ 2009 માં ગિનીજ વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. મહત્વનું છે કે અમેરિકાની ગાયિકા અને અભિનેત્રી તેના મૃત્યુના બે દિવસ પહેલા તેને તેનું છલ્લુ પરફોર્મન્સ કર્યું હતું. તેના મૃત્યુથી અમેરિકામાં માતમ છવાઈ ગયો હતો.

બોબી ક્રિસ્ટિના બ્રાઉન ગાયિકા અને અમેરિકાના રીયાલીટી ટીવી અભિનય માટે જાણીતું નામ માનવામવા આવતું હતું. બોબી ક્રિસ્ટિના બ્રાઉન ઘણી નાની ઉમર મૃત્યુ થયું હતું. આ ગાયિકાની લાશ તેના પોતાના બાથરૂમના બાથટબ માંથી મળી આવી હતી. જયારે બોબી ક્રિસ્ટિના બ્રાઉન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તેને દારુના નશો કર્યો હતો.

જુડી ગૅરલેન્ડની લાશ તેના લંડનના ભાડાના મકાન માંથી મળી આવી હતી. જુડી ગૅરલેન્ડ કે જે અમેરિકાની જાણીતી ગાયક કલાકાર અને અભિનેત્રી રહી હતી. તેનો જન્મ ૧૦ જુન, ૧૯૨૨માં થયો હતો. જુડી ગૅરલેન્ડને તેની નાની ઉમરમાં જ ગાયકી અને  અભિનય કરવાનું શરૂ કર્યું હતું. મહત્વનું છે કે તેનું મૃત્યુ ૪૭ વર્ષમાં ઉમરમાં જ થયું હતું.