મુંબઇ,
પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધના કારણે હેરાન છે. તેનુ કહેવુ છે કે આના કારણે કલાકારો પણ પરેશાન થયેલા છે. પાકિસ્તાની કલાકારો પર હાલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે કલાકારો પર હાલમાં ભારતમાં મુકવામાં આવેલા પ્રતિબંધના કારણે પરેશાન છે.
![ભારતે મુકેલા પ્રતિબંધથી પાકિસ્તાનના કલાકારો અકળાયા છે :માહિરા 5 Image result for mahira khan](https://images.assettype.com/thequint%2F2017-02%2F88002c8e-9ada-4119-81ec-38fd0ddae258%2F7099e0b1-819f-47b7-91f6-267359277c30.png?rect=0%2C23%2C649%2C216&q=35&auto=format%2Ccompress&w=960)
તેનુ કહેવુ છે કે કલાકારો પર પ્રતિબંધની બાબત બિલકુલ યોગ્ય નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં પ્રવેશ કરવાની ક્યારેય ઇચ્છા ધરાવતી ન હતી. માહિરા ખાને કહ્યુ છે કે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તે ઇચ્છુક ન હતી. જો કે સંજોગથી તે પ્રવેશી ગઇ હતી. રઇસ ફિલ્મ બાદ તે કેટલીક ફિલ્મો કરી રહી છે.
![ભારતે મુકેલા પ્રતિબંધથી પાકિસ્તાનના કલાકારો અકળાયા છે :માહિરા 6 Image result for mahira khan](https://images.indianexpress.com/2017/01/mahira-srk-759.jpg)
માહિરા ખાનનુ કહેવુ છે કે તે હમેંશા પાકિસ્તાની ફિલ્મોને લઇને જ પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે કેટલાક પાકિસ્તાની કલાકારો પ્રતિબંધના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. માહિરા ખાન બોલિવુડમાં પ્રવેશી ત્યારે તેની પાસેથી જોરદાર અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જો કે તે વિવાદમાં આવી ગઇ હતી. પાકિસ્તાની કલાકાર ફવાદ છેલ્લે કરણ જોહરની ફિલ્મ એ દિલ હે મુશ્કેલીમાં નજરે પડી હતી.
![ભારતે મુકેલા પ્રતિબંધથી પાકિસ્તાનના કલાકારો અકળાયા છે :માહિરા 7 Related image](http://www.peshawartoday.com/wp-content/uploads/2017/11/Mahira-Khan-1.jpg)
માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે. હિન્દી ફિલ્મોમાં તેની પાસે કઇ ફિલ્મ છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. માહિરાએ રણબીર સાથે સંબંધ અંગે કોઇ વાત કરી નથી. સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. માહિરા ખાન પાસે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ નથી. જો કે આ ખુબસુરત સ્ટાર ભારતીય ફિલ્મોમાં પણ તેની કુશળતા સાબિત કરવા માટે ઇચ્છુક બનેલી છે. તેની પાસે નવી ફિલ્મ આવે તેવી અપેક્ષા ભારતીય ચાહકો રાખે છે.