Not Set/ લગ્નમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાને લઈ PETAએ પ્રિયંકાને લગાવી ફટકાર

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને લઇ ચર્ચાઓનો દોર જામ્યો છે. એક બાજુ જ્યાં લગ્નનું ભવ્ય આયોજન અને આવનારા મહેમાનોની ચર્ચા થઈ રહી છે, જયારે બીજી બાજુ પણ પ્રિયંકાની ટીકા પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લગ્નમાં આતિશબાજી માટે ટ્રોલનો સામનો કરી રહેલ પ્રિયંકાને હવે પ્રાણીઓ માટે કામ કરનારી સંસ્થા  PETAએ લગ્નમાં હાથી-ઘોડાઓના ઉપયોગ માટે […]

Uncategorized
vfbg લગ્નમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાને લઈ PETAએ પ્રિયંકાને લગાવી ફટકાર

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને લઇ ચર્ચાઓનો દોર જામ્યો છે. એક બાજુ જ્યાં લગ્નનું ભવ્ય આયોજન અને આવનારા મહેમાનોની ચર્ચા થઈ રહી છે, જયારે બીજી બાજુ પણ પ્રિયંકાની ટીકા પણ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર લગ્નમાં આતિશબાજી માટે ટ્રોલનો સામનો કરી રહેલ પ્રિયંકાને હવે પ્રાણીઓ માટે કામ કરનારી સંસ્થા  PETAએ લગ્નમાં હાથી-ઘોડાઓના ઉપયોગ માટે ફટકાર લગાવી છે.પશુઓ માટે કામ કરનાર સંસ્થા PETA indiaએ ટ્વિટ કરીને પ્રિયંકા ચોપરાને ફટકાર લગાવી છે. PETAએ ટ્વીટ કર્યું છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તમે તમારા લગ્નમાં બંધાયેલાં હાથીઓનો ઉપયોગ કર્યો. ઘોડાઓનો ઉપયોગ કર્યો અને કોર્ડાથી કંટ્રોલ કરવામાં આવ્યા છે. આજકાલ લોકો પ્રાણીઓની રાઇડ રિઝેક્ટ કરી રહ્યા છે અને લગ્નમાં પણ ઘોડાઓનો ઉપયોગથી બચવામાં આવે છે. તમને શુભેચ્છા, પરંતુ અમને દુઃખ છે કે આ પ્રાણીઓ માટે સારો દિવસ નથી”.

આ ટ્વિટ સાથે પેટાએ એક વીડીયો પણ શેર કર્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે લગ્નમાં ઉપયોગ કરવામાં આવતા ઘોડોને કઇ રીતે ત્રાસિત કરવામાં આવે છે.

આપણને જણાવી દઈએ કે લગ્નમાં આતિશબાજીના માટે સોશિઅલ મીડિયામાં યુઝર્સ તેમની આલોચના કરી રહ્યા છે. તેમના લગ્નમાં ઉમ્મેદ ભવન પેલેસની બહાર ભવ્ય આતિશબાજીનો નજારો જોવા મળ્યો હતો. આ આતિશબાજીનો એક વીડીયો સોશિયલ મીડિયા પર પ્રિયંકાના એક જુના વીડીયો સાથે શેર થઇ રહ્યો છે. જેમાં દિવાળી પર પ્રિયંકા ફટાકડા ન ફોડવાની અપીલ કરી રહી છે. જેનાથી પ્રદુષણ ના ફેલાય.

https://twitter.com/karthikeyan1591/status/1069083028293509121