મુંબઇ,
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, દીપિકા પાદુકોણ 14 નવેમ્બર ઇટાલીમાં રણવીર સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ પછી, પ્રિયંકા ચોપરા મંગેતર અને અમેરિકન સિંગર જોનસ સાથે સાત ફેરા લેશે. આજકાલ પ્રિયંકા ચોપરાના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. ન્યૂયોર્કમાં તેના બ્રાઈડલ શાવર પછી, તેને બેચલર પાર્ટી ને એમ્સ્ટરડેમમાં રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન પ્રિયંકા ચોપરા જુદા જુદા આઉટફીટ્સમાં જોવા મળી હતી. આ પાર્ટીની એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પ્રિયંકા તેની જેઠાણી સોફિ ટર્નરને પીઠ પર બેસાડીને ફરી રહી હતી.
નિક જોનસના મોટા ભાઈ જો જોનસની મંગેતર સોફિ ટર્નરને ઘણી વખત પ્રિયંકા ચોપરા સાથે જોવામાં આવી છે.સોફિ પીસીની બેચલર પાર્ટીમાં શામિલ થઇ હતી અને બંનેનો મસ્તી ભર્યો વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયોમાં, પ્રિયંકા કહે છે, “આજની જમાનામાં પોતાની સિસ્ટર-ઇન-લો માટે આવુ કરવું પડે છે.” વીડિયોના કેપ્શનમાં સ્પષ્ટ છે કે તેની જેઠાણીની સેન્ડલ તૂટી ગઈ છે જેના કારણે પીસીએ તેને પીઠ પર બેસાડી રાખી છે. તમે તેમની આ ખાસ બોન્ડિંગ વિશે અનુમાન કરી શકો છો.
https://www.instagram.com/p/BpxGdd8jf70/?utm_source=ig_embed
પ્રિયંકાના જેઠાણી સોફિ ટર્નર ઉપરાંત, તેના નિકટના મિત્ર અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ આ બેચલર પાર્ટીનો આનંદ માણ્યો હતો.જણાવી દઈએ કે પરિણીતી તેમની નાની બહેન છે.
https://www.instagram.com/p/Bpxh_sVFECy/?utm_source=ig_embed
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તરફથી હજુ સુધી લગ્નની તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે માનવામાં આવે છે કે આકપલ 2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં હિન્દુ પરંપરા અનુસાર લગ્નના બંધનમાંબંધાશે. આ પછી વ્હાઇટ વેડિંગનું આયોજન કરવામાં આવશે. જણાવીએ કે નિક જોનસ પ્રિયંકા કરતાં 10 વર્ષ નાનો છે. બંનેના રોકા ઓગસ્ટમાં કરવામાં આવ્યું હતો.
https://www.instagram.com/p/Bpxgu-ElSII/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bpxg_TFFVct/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpxFt4dH954/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpxggY6FUTT/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpyH8GAFQM8/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpwdFJ1n-19/?utm_source=ig_embed
